
હજીરા-સુરત, ફેબ્રુઆરી 14, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ હજીરા અને આસપાસના વિસ્તારો સાથે સંકળાયેલા સમુદાયના સર્વાંગી વિકાસ અને ગ્રામ્ય સમૃદ્ધિ માટે અનેક મહત્વપૂર્ણ કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) હેઠળ આવતી યોજનાઓની શરૂઆત કરી છે. હજીરા-કાંઠાં વિસ્તારના લોકો માટે સમર્પિત આ પ્રોજેક્ટ્સમાં પર્યાવરણ સંરક્ષણ, જળ સંસાધન વ્યવસ્થાપન, ગ્રામ્ય વિકાસ અને સમુદાય કલ્યાણ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલ, વન અને પર્યાવરણ, હવામાન પરિવર્તન, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર, શ્રી નિલેશ તડવી, જિલ્લા પંચાયત સભ્ય અને ડો. અનિલ મટુ, હેડ – કોર્પોરેટ અફેર્સ, હજીરા, AM/NS India સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.
આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય સંતુલનની જાળવણી જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને માનનીય મંત્રી શ્રી મુકેશ પટેલે ગ્રીન ઈનિશિએટીવ પર ભાર મુક્યો હતો. વધુમાં, AM/NS India દ્વારા અમલીકરણ કરાયેલા ગ્રીન ઈનિશિએટીવની પ્રશંસા કરી હતી.
મંત્રી મુકેશ પટેલે યોજનાઓ વિશે જણાવતાં ઉમેર્યુ હતું કે, “હજીરા વિસ્તારમાં AM/NS India પોતાની CSR પ્રવૃત્તિઓ દ્વારા ટકાઉ નિર્વાહ-સાધનનેપ્રોત્સાહન આપે છે. ‘વન કવચ’ વિકાસ, બે મોટા તળાવોને પુનર્જીવન અને સોલાર લિફ્ટ ઈરીગેશન (સિંચાઈ) સિસ્ટમની સ્થાપના પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલાં છે અને તેનો મોટાભાગના સ્થાનિક લોકોને લાભ મળશે. હું AM/NS India ની સમગ્ર ટીમનો આભાર માનું છું કે તેઓ પર્યાવરણ અને ગ્રામ્ય વિકાસ માટે ઉત્સાહભેર કામ કરી રહ્યા છે.”
વન કવચ વિકાસ: દામકા ગામમાં ૨૫,૦૦૦ વૃક્ષો ધરાવતાં ઘન અને વૈવિધ્યસભર Miyawaki જંગલ વિકસાવવામાં આવ્યું છે. Miyawaki પદ્ધતિથી બનેલું આ જંગલ ઝડપી વૃક્ષ વૃદ્ધિ અને પર્યાવરણ માટે ઉપયોગી થશે, અને હજીરા વિસ્તારમાં એક મહત્વપૂર્ણ હરીયાળું ક્ષેત્ર ઉભું કરશે. ઉદ્ઘાટન સમયે માનનીય મંત્રી અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી પ્રત્યેની સંયુક્ત જવાબદારીને રેખાંકિત કરી હતી
અમૃત સરોવર પ્રોજેક્ટ – તળાવ પુનર્જીવન: રાષ્ટ્રીય અમૃત સરોવર પ્રોજેક્ટ હેઠળ AM/NS Indiaએ જુનાગામ (શિવરામપુર) અને સુંવાલી ગામના બે મોટા તળાવો પુનર્જીવિત કર્યા છે. હવે, દરેક તળાવની જળ સંગ્રહ ક્ષમતા ૧૦,૦૦૦ ક્યુબિક મીટરની છે, જે ગામોની પાણી સંભાળ ક્ષમતા સુધારશે અને લાંબા ગાળાની પાણીની જરૂરિયાતને સુનિશ્ચિત કરશે
સોલાર લિફ્ટ ઈરીગેશન સિસ્ટમ: સ્થાનિક સમુદાય અને BAIF પ્રોજેક્ટ ટીમ સાથેના સહકારથી, AM/NS India એ દામકા ગામમાં SAFAL પ્રોજેક્ટ હેઠળ સોલાર લિફ્ટ ઈરીગેશન સિસ્ટમ સ્થાપી છે. આ પ્રણાલી સોલાર ઉર્જાનો ઉપયોગ કરીને સિંચાઈ માટે નિયમિત પાણી પુરું પાડે છે, જે ડીઝલ પંપની જરૂરિયાતને ઘટાડે છે અને પર્યાવરણ પર સકારાત્મક અસર કરે છે.
પર્યાવરણલક્ષી પ્રકલ્પોથી આગળ વધીને, AM/NS India એ સમુદાય વિકાસ પર કેન્દ્રિત અનેક યોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું છે. મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે ‘શિવ સખી મંડળ (SHG) સંચાલિત કેન્ટીન’ આગમન સેન્ટર પાસે, પ્લાન્ટ-બી નજીક કાર્યરત કરવામાં આવી છે.
દામકા ગામના યુવા ખેલાડીઓ માટે એક નવું ક્રિકેટ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે, જે રમત-ગમત અને આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહિત કરશે. તે ઉપરાંત, સ્થાનિક સમુદાયની રજૂઆતને ધ્યાને લઈને રાજગરી ગામમાં એક સ્મશાનગૃહ પણ કાર્યરત કરાયું છે.
જિલ્લા અને તાલુકા પંચાયતોના સભ્યો તેમજ AM/NS India ના વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જે સમુદાય વિકાસ માટેના સહયોગી અભિગમને દર્શાવે છે.
આ તમામ યોજનાઓ AM/NS Indiaની હજીરા વિસ્તારમાં સમગ્ર વિકાસ અને ગ્રામ સમુદાયોના ઉન્નતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. કંપની પર્યાવરણ સંરક્ષણ, સમુદાય વિકાસ અને દીર્ઘકાલીન સકારાત્મક પ્રભાવ માટે સદૈવ પ્રતિબદ્ધ છે.