મેક ઇન ઇંડીયા’ને આધાર આપવા અદાણી ભારતનો સૌથી મોટો ’કૌશલ અને રોજગાર’ કાર્યક્રમ વિકસાવશે

અમદાવાદ, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫: અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है,ની ફિલોસોફીને અનુરુપ અદાણી ગ્રૂપે હરીત ઉર્જા,ઉત્પાદન,હાઇટેક,પ્રોજેક્ટ એક્સેલન્સ અને ઔદ્યોગિક ડિઝાઇન સહિતના ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી પાડવા કુશળ પ્રતિભાઓની હરોળ ઉભી કરવા માટે સિંગાપોરની આઇટીઇ એજ્યુકેશન સર્વિસિસ (ITEES) સાથે ભાગીદારી કરી છે. ઉદ્યોગ માટે-સજ્જ કાર્યબળના આ પ્રતિભા પૂલનું નિર્માણ કરવા માટે અદાણી પરિવાર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ ઓફ એક્સેલન્સની સ્થાપના માટે રુ.2,000 કરોડની સખાવત કરશે.
અદાણી ગ્લોબલ સ્કિલ્સ એકેડેમી કહેવામાં આવનાર પૈકીની આ દરેક શાળાઓ ભારતમાં ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણની પાશ્વભૂમિ ધરાવતા અને તેમના ઉદ્યોગ સાથે સંલગ્ન વિદ્યાર્થીઓ અને તેમની મહત્વાકાંક્ષી ભૂમિકા માટે પસંદ કરશે. આ વિદ્યાર્થીઓને એકવાર તેમની પસંદગીના અભ્યાસના ક્ષેત્રમાં માન્ય કરવામાં આવ્યા બાદ તેઓને પોતાની ભૂમિકા અને તાલીમના ક્ષેત્રના આધારે અદાણી સમૂહના વિશાળ ઔદ્યોગિક પ્રકલ્પોમાં રોજગાર આપી સમાવવામાં આવશે. આ સાથે તે સુનિશ્ચિત કરશે કે આ પ્રશિક્ષિત યુવા વ્યાવસાયિકો પ્રથમ દિવસના પહેલા કલાકથી જ શ્રેષ્ઠતાના વૈશ્વિક ધોરણોના બેંચમાર્ક સાથે ઉદ્યોગ માટે તૈયાર છે.
આ કાર્યક્રમના પ્રારંભિક તબક્કામાં ગુજરાતના મુંદ્રામાં ટેકનિકલ તાલીમ માટેની વિશ્વની સૌથી મોટી સંપૂર્ણ શાળા સ્થાપવાને પ્રાધાન્ય આપશે, જેમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ભૂમિકા અદા કરવાની વિશાળ શ્રેણી માટે વાર્ષિક 25,000 થી વધુ તાલીમાર્થીઓને કુશળતાથી સજ્જ કરવાનું લક્ષ્ય છે. આ તાલીમાર્થીઓ આઇટીઆઈએસ અથવા પોલિટેકનિક્સ તરફથી વ્યવસાયિક અને તકનીકી લાયકાત ધરાવતા નવા સ્નાતકો અને ડિપ્લોમા ધારકો હશે અને શાળાઓમાં જ સઘન બૂટકેમ્પ અનુભવ માટે પસંદ કરવામાં આવશે.
અભિનવ કેન્દ્રો અને એઆઈ-આધારિત સિમ્યુલેટર સાથે મિશ્રિત વાસ્તવિકતા આધારિત શિક્ષણનો અનુભવનો સાક્ષાત્કાર કરાવવાની સાથોસાથ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે સંપૂર્ણ રહેણાંક સુવિધા આવરી લેતી સૂચિત અદાણી ગ્લોબલ સ્કિલ્સ એકેડેમી વિશ્વની સૌથી મોટી હશે.
અદાણી કારકિર્દી લક્ષી તકનીકી અને વ્યાવસાયિક તાલીમ પ્રદાન કરવાના પાયાના ધ્યેયને સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણનો વિશાળ અનુભવ ધરાવતી અને દુનિયાની અગ્રણી રાષ્ટ્રીય વ્યવસાયિક કુશળતા પ્રમાણપત્ર અને ધોરણોની મુખ્ય વિકાસકર્તા ITEES સિંગાપોર સાથે ભાગીદારી કરી રહી છે.
ITEES સિંગાપોર આ તકનીકી લાયક અને ઉદ્યોગ-માટે તૈયાર યુવા પ્રતિભા માટે સતત ફીડર બનાવવા તરફના એક નોલેજ પાર્ટનર તરીકે સેવા આપશે.સહયોગના ક્ષેત્રોમાં વિશ્વકક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળે તેવા વર્ગ-અધ્યયનનો અહેસાસ થાય તેવું બનાવવાનો સમાવેશ કરવામાં આવશે. અદ્યતન તકનીકી સામગ્રી અને ઉભરતા ઉદ્યોગોમાં ગહન કુશળતા સાથે અગ્રણી ફેકલ્ટીઓને સામેલ કરવામાં આવશે
અદાણી સ્કીલ્સ એન્ડ એન્યુકેશનના સી.ઇ.ઓ. રોબિન ભૌમિકએ જણાવ્યું હતું કે ઉચ્ચ-કક્ષાની તકનીકી પ્રતિભાઓ તૈયાર કરવા માટે એક સમૂહ તરીકે આ ભાગીદારી અમારા આ પદાર્પણ માટે મહત્વની બની રહેવા સાથે અમારા પોર્ટફોલિયોમાં મેક-ઇન-ઇન્ડિયા ઉપર રહેલા ફોકસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. શૈક્ષણિક ગુણવત્તાની ખાતરી, પ્રમાણપત્ર દોરીત શિક્ષણ પથ, ફેકલ્ટી અને વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો અને નેતૃત્વ વિકાસના ગહન સંકલન સાથેની આ ભાગીદારી સમગ્ર ક્ષેત્રના ઉદ્યોગોને આધાર આપવા માટે શિક્ષણને વિવિધ એપ્લીકેશન સાથે જોડીને તાલીમના સ્તરને શ્રેષ્ઠ કરશે અને તેના દ્વારા વિક્સિત ભારતના ધ્યેયને હાંસલ કરવાની દીશામાં યોગદાન આપશે,એમ તેમણે કહ્યું હતું
ITEES સિંગાપોરના સી.ઇ.ઓ. શ્રી સુરેશ નટરાજને આ વેળા જણાવ્યું હતું કે ITEESને તેના કૌશલ્ય શિક્ષણ અને તાલીમના ક્ષેત્રમાં તેની નિપૂણતા અને વિશાળ વિદ્વતા માટે અદાણી સાથે સહયોગ કરવાની ખુશી છે. આ અર્થપૂર્ણ ભાગીદારી મારફત ITEESનો હેતુ કૌશલ્ય વિકાસને વધારવાનો અને શિક્ષણ અને જીવનને પરિવર્તિત કરીને કાયમી પ્રભાવ પેદા કરવાનો છે.
ઘણા વર્ષોથી આઇટીઝે તકનીકી શિક્ષણમાં તેના ટ્રાયબ્લેઝિંગ પરિવર્તન માટે ઘણી પ્રશંસા મેળવી છે જેમાં 2011 માં વિશિષ્ટ સન્માન સાથે સિંગાપોરનો ક્વોલિટી એવોર્ડ જીતનાર સૌ પ્રથમ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા બની રહી છે.