
અમદાવાદ – ગરવી ગુજરાત માટે વધુ ગૌરવના સમાચાર આવ્યા છે. અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) ને 29 જૂન, 2025 ના રોજ ભારતની ટોચની 50 SDGs શાળાઓમાં સ્થાન પ્રાપ્ત થયું છે. નવી દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શિક્ષણ નેતૃત્વ કોન્ક્લેવમાં અમદાવાદની એકમાત્ર શાળા તરીકે AVMAને SDGs સ્કુલ એવોર્ડ -2025 એનાયત કરવામાં આવ્યો છે.
દેશની ટોપ-50 SDG શાળાઓમાં સ્થાન મેળવનારી AVMA સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. નેશનલ પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોજેક્ટ (NCERT) ના એસોસિયેટ પ્રોફેસર ડૉ. વિજયકુમાર મલિકના હસ્તે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ટકાઉ પરિવર્તનને પ્રોત્સાહન આપતા શિક્ષણ, નવીનતા અને અર્થપૂર્ણ સમુદાય જોડાણમાં શાળાની નોંધપાત્ર પહેલને પ્રકાશિત કરે છે. છે.
AVMAના મિશનમાં SDGs ને અભ્યાસક્રમ અને સમુદાય આઉટરીચ કાર્યક્રમોમાં એકીકૃત કરવાનો અભિગમ છે. શાળા ટકાઉપણું, સમાનતા અને પર્યાવરણીય ચેતનાના મૂલ્યો સ્થાપિત કરવાના પ્રયાસોમાં કાર્યરત છે. સ્વચ્છ ઉર્જા અને કચરો ઘટાડવાના પ્રોજેક્ટ્સથી લઈને સમાજના વંચિત વર્ગોને પ્રોત્સાહન આપતી સંકલિત પહેલો સુધી AVMA એ સર્વાંગી શિક્ષણ માટેનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે.
ડૉ. વિજય કુમાર મલિકે એવોર્ડ AVMA ની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે, “અદાણી વિદ્યામંદિર અમદાવાદ શ્રેષ્ઠતાની દીવાદાંડી તરીકે ઊભરી આવ્યું છે, તે દર્શાવે છે કે શિક્ષણ ટકાઉ વિકાસ માટે કેવી રીતે એક શક્તિશાળી ઉત્પ્રેરક બની શકે છે. તેના પ્રયાસો SDGs ના વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે સંરેખિત થાય છે.”
AVMA ના નેતૃત્વએ આ સન્માન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, SDGs ને આગળ વધારવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી., શાળા પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, “અમે શિક્ષણ દ્વારા ટકાઉ પરિવર્તનનો વારસો બનાવવા સમર્પિત છીએ.”
AVMA જેવી સંસ્થાઓ વૈશ્વિક ટકાઉપણાના લક્ષ્યો સાથે સંરેખિત શિક્ષણને પુન:વ્યાખ્યાયિત કરી રહી છે. શિક્ષણ કેવી રીતે ઉત્તમ ટકાઉ વિશ્વ તરફ અર્થપૂર્ણ પ્રગતિ કરી શકે છે તેનું એક તેજસ્વી ઉદાહરણ છે.