નેશનલબિઝનેસ

અદાણી પોર્ટસએ દારે એસ સલામ પોર્ટમાં કન્ટેનર ટર્મિનલ-૨નું સંચાલન કરવા ૩૦ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા

આ કન્સેસન એગ્રીમેન્ટ સાથે તાન્ઝાનિઆમાં અદાણી પોર્ટસનો પ્રવેશ

અમદાવાદ/અબુધાબી: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ઈન્ટરનેશનલ પોર્ટ્સ હોલ્ડિંગ્સ Pte Ltd. (AIPH) તાંઝાનિયા પોર્ટ્સ ઓથોરિટી સાથે કન્ટેનર ટર્મિનલ 2ના સંચાલન અને કામકાજ માટે 30-વર્ષના કન્સેશન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તાંઝાનિયા ખાતેનું દાર એસ સલામ પોર્ટએ માર્ગો અને રેલ્વેના સુદ્રઢ માળખા સાથે સારી રીતે જોડાયેલું ગેટવે પોર્ટ છે.

ચાર બર્થ સાથે કન્ટેનર ટર્મિનલ-2 વાર્ષિક 1 મિલિયન TEUsની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવે છે. 2023ના વર્ષમાં 0.82 મિલિયન TEUs કન્ટેનરનું પરિવહન કર્યું હતું, જે તાંઝાનિયાના કુલ કન્ટેનર વોલ્યુમના અંદાજે 83% છે. AIPH, AD પોર્ટ્સ ગ્રુપ અને ઈસ્ટ હાર્બર ટર્મિનલ્સ લિ. (EHTL) ના સંયુક્ત સાહસ તરીકે ઈસ્ટ આફ્રિકા ગેટવે લિ. (EAGL)ને સામેલ કરવામાં આવ્યું છે. APSEZ નિયંત્રક શેરધારક હશે અને EAGLને તેની બુક્સ પર એકીકૃત કરશે.
​EAGL એ હચિસન પોર્ટ હોલ્ડિંગ્સ લિ. (અને તેની સંલગ્ન હચિસન પોર્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ) અને હાર્બર્સ ઇન્વેસ્ટમેન્ટ લિ. પાસેથી તાંઝાનિયા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ સર્વિસિસ લિ (TICTS) માં 95% હિસ્સો હસ્તગત કરવા માટે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હાલમાં TICTS પોર્ટ સંચાલનના તમામ સાધનોની માલિકી ધરાવે છે અને માનવબળને રોજગારી આપે છે. અદાણી TICTS મારફત CT2નું કામકાજ કરશે.

​APSEZના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે દાર એસ સલામ પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ 2ના સંચાલન માટે કન્સેશન પર કરવામાં આવેલા હસ્તાક્ષર એ APSEZની 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે સૌથી મોટા પોર્ટ ઓપરેટર્સમાંના એક બનવા તરફના મહત્વાકાંક્ષાના માર્ગ ઉપર આગળ વધવા માટે અનુરૂપ છે.તેમણે વિશ્વાસ વ્યકત કર્યો છે કે પોર્ટ અને લોજિસ્ટિક્સમાં અમારી કુશળતા અને મજબૂત નેટવર્ક સાથે અમે અમારા બંદરો અને પૂર્વ આફ્રિકા વચ્ચેના વેપારનું પ્રમાણ અને આર્થિક સહયોગ વધારવામાં સક્ષમ બનવા સાથે અમે દાર એસ સલામ પોર્ટને વિશ્વ કક્ષાના પોર્ટમાં રૂપાંતરિત કરવાના નક્કર પ્રયાસો કરીશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button