બિઝનેસ

દેશની એરપોર્ટ ઈન્ડસ્ટ્રીનો કાયાકલ્પ કરવાની અદાણી ગ્રૂપની મહત્વાકાંક્ષી યોજના      

2040 સુધીમાં એરપોર્ટની ક્ષમતા ત્રણ ગણી વધી જશે

અદાણી ગ્રુપ દેશની એરપોર્ટ ઈન્ડસ્ટ્રીનો કાયાકલ્પ કરવા મોટો દાવ રમવા જઈ રહ્યું છે. અદાણી ગ્રૂપે એરપોર્ટ બિઝનેસ માટે વર્લ્ડક્લાસ પ્લેટફોર્મ તૈયાર કરવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીને વિકસાવવા કમર કસી છે. આગામી 5 થી 10 વર્ષમાં કંપની રૂ. 60,000 કરોડના રોકાણ સાથે સાત એરપોર્ટસનું વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (અદાણી પોર્ટ્સ) દ્વારા સંચાલિત એરપોર્ટની ક્ષમતા 2040 સુધીમાં ત્રણ ગણી વધી જશે.

હવાઈ મુસાફરીની પેટર્નમાં પરિવર્તન લાવવા અદાણી જૂથે ભાવિ યોજનાઓ તૈયાર કરી છે. કંપનીએ દેશના એરપોર્ટસને અદ્યતન અને વિશ્વકક્ષાના બનાવવા માટેની યોજના અંગે મેગા પ્લાન બનાવ્યો છે. જેમાં મુંબઈ, અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, ગુવાહાટી, જયપુર અને તિરુવનંતપુરમના એરપોર્ટસનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં ભારતના એરપોર્ટસને મુખ્ય આંતરરાષ્ટ્રીય હબ તરીકે વિકસાવવા અદાણી ગ્રૂપ અગ્રેસર રહેશે, જેનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. અદાણી જૂથે એરલાઇન્સ સાથે મળીને ડોમેસ્ટિક કનેક્ટિવિટી વધારવા માટેની યોજનાઓ પણ બનાવી છે. 

વાત માયાનગરી મુંબઈની કરીએ તો, નવી મુંબઈ એરપોર્ટ માટે ફાળવવામાં આવેલી રકમ વિસ્તરણ યોજનાનો ભાગ નથી. કંપની પ્રવક્તાના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં નવી મુંબઈમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે ફાળવવામાં આવેલ .18,000 કરોડની રકમ ફ્યુચર એક્સપાન્સન માટે ફળવાયેલ રકમ રૂ. 60,000 કરોડમાં સામેલ નથી. જે યોજના અંતર્ગત એરપોર્ટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે તેમાં 30,000 કરોડ રૂપિયા એરસાઈડઅને બાકીના સિટીસાઈડપર ખર્ચવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, એરસાઈડએ એરપોર્ટનો તે ભાગ છે જેમાં અરાઈવલ અને ડિપાર્ચર એરિયા, રનવે, કંટ્રોલ ટાવર અને હેંગરનો સમાવેશ થાય છે. સિટીસાઇડએ એરપોર્ટની આસપાસના વિસ્તારને સમાવેશ થાય છે જ્યાં વ્યાપારી સુવિધાઓ આપવામાં આવેલી છે. ઈન્ટીગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવાના વિઝન સાથે અદાણી ગ્રુપ 7 એરપોર્ટસના ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ કરી રહી છેઅદાણી ગ્રૂપ નવી મુંબઈમાં 18,000 કરોડના રોકાણ સાથે ગ્રીનફિલ્ડ એરપોર્ટ ડેવલપ કરી રહ્યું છે. 

આ વિસ્તરણ અને સુવિધાઓ વધારવાની સાથે કંપની 2040 સુધીમાં 25-30 કરોડ વાર્ષિક પેસેન્જર ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ગત રવિવારે અદાણી ગ્રુપે લખનૌ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલતા કરણ અદાણીએ ગ્રુપ દ્વારા સંચાલિત એરપોર્ટની વાર્ષિક ક્ષમતા 10-11 કરોડ મુસાફરોની છે, જેમાં ત્રણ ગણો વધારો કરવાની વાત જણાવી હતી. જો કે, આ માટે નજીકના ભવિષ્યમાં એરપોર્ટ સબસિડિયરી કંપનીને લિસ્ટ કરવાની અદાણી ગ્રૂપની કોઈ યોજના નથી. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના આંતરિક ઉપાર્જન દ્વારા એરપોર્ટ હોલ્ડીંગ્સને ભંડોળ પૂરું પાડવામાં આવશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણની વધતી માંગ સાથે ભારતનો ઉડ્ડયન ઉદ્યોગ ઝડપી વિસ્તરણ માટે તૈયાર છે. સમગ્ર એરપોર્ટ બિઝનેસને વેગવાન બનાવવા માટે AAHLને 2019માં ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ હેઠળ 100% અનલિસ્ટેડ પેટાકંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. કંપની દેશના 7 એરપોર્ટના ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ સંભાળે છે. તેમજ નવી મુંબઈ એરપોર્ટમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સની 74% ભાગીદારી છે. જે દેશના કુલ પેસેન્જર મૂવમેન્ટમાં 25% અને એર કાર્ગો ટ્રાફિકમાં 33% કોન્ટ્રીબ્યુશન કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button