અદાણી ગ્રીનમાં 75% વૃદ્ધિની આગાહી, જેફરીઝે આપી ‘BUY’ની સલાહ
રેટિંગમાં ખાવડા પ્રોજેક્ટની મહત્વપૂર્ણ નોંધ લેવાઈ
અમદાવાદ : વિખ્યાત બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રીન એનર્જીના શેર માટે ‘BUY’ રેટિંગ આપ્યું છે. કંપનીના આગામી વિસ્તરણના લક્ષ્યને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મે વર્તમાન શેરના ભાવમાં 75% અપસાઇડની સંભાવના દર્શાવી છે. અદાણી ગ્રીનનું કવરેજ શરૂ કરતા તેમણે કંપનીના શેર માટે ‘BUY’ નિર્ધારણ કર્યું છે.
FY25 ના પ્રથમ ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો, કંપનીના નફામાં જેફરીઝે લગભગ બમણો વધારો દર્શાવ્યો છે. એક એક્સચેન્જ ફાઈલિંગ અનુસાર જૂન 2024માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રુપની કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 95% વધીને રૂ. 629 કરોડ થયો છે.
અદાણી ગ્રીનના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો પર નજર કરીએ તો, કંપનીની આવક રૂ.2,162 કરોડથી 31% વધીને રૂ. 2,834 કરોડ થઈ છે. જેમાં નફો રૂ. 323 કરોડથી 95% વધીને રૂ. 629 કરોડ થયો છે. EBITDA રૂ. 1,921 કરોડથી 26% વધીને રૂ. 2,420 કરોડ થયો છે. EBITDA માર્જિન પણ 88.9% થી ઘટીને 85.4% થયું છે.
જેફરીઝે અદાણી ગ્રીનનો ટાર્ગેટ ભાવ 17% અપસાઇડ સાથે શેર દીઠ રૂ. 2,130 રાખ્યો છે. આ બેઝ કેસ સિનેરીયોમાં FY27 સુધીમાં અદાણી ગ્રીનની સ્થાપિત ક્ષમતા 29.7 GW સુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં FY2024-27 દરમિયાન આવક અને PAT 38% અને 70% ના CAGR સાથે વધશે.
જો કે, જેફરીઝે વધુ આશાવાદી અનુમાન ધરાવે છે, જેમાં ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 3,180 છે. FY30 સુધીમાં અદાણી ગ્રીનની 50GW ક્ષમતાને તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે. જેમાં FY26 સુધીમાં મર્ચન્ટ કેપેસિટી બેઝ કેસ 8% થી વધીને 20% થવાનો અંદાજ છે અને ક્ષમતાઓનો ઉપયોગ 30% થી વધીને 35% થવાનો અંદાજ છે.
દેશની સૌથી સૌથી મોટી રિન્યુએબલ કંપનીઓમાંની એક અદાણી ગ્રીનની ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 3,180, વર્તમાન કિંમત કરતાં 75% વધુ રાખવામાં આવ્યો છે. FY26 સુધીમાં વેપારી ક્ષમતા 20% મિક્સ થઈ જશે. બેઝ કેસમાં ઉચ્ચ ક્ષમતાનો ઉપયોગ 30% થી વધીને 35% સુધીનો છે. AGEL ની સકારાત્મક પહેલોના પરિણામે તેના પર્ફોર્મન્સ અને રેટિંગ્સમાં પણ પરિવર્તન આવ્યું છે.
તેના અહેવાલમાં જેફરીઝે અદાણી ગ્રીનની વૃદ્ધિની સાક્ષી આપતા અનેક પરિબળોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મજબૂત સકારાત્મક ઔદ્યોગિક સમર્થન અને પાવર માંગમાં 7% થી વધુ વૃદ્ધિનો સમાવેશ થાય છે. બ્રોકરેજ માને છે કે નાણાકીય વર્ષ 24-30માં પાવર કેપેક્સ રોકાણ પણ 2.2 ગણું વધીને $280 બિલિયન થઈ જશે.
જેફરીઝે ગુજરાતમાં ખાવડા પ્રોજેક્ટના મહત્વની પણ નોંધ લીધી છે. અદાણી ગ્રીન 2030 સુધીમાં 50GW ક્ષમતામાંથી 30GWનો વિકાસ કરી રહી છે. જેફરીઝનો અંદાજ છે કે તે 2030 સુધીમાં બજારનો 15% હિસ્સો ધરાવશે, જે હાલમાં 10% કરતા ઓછો છે. અદાણી ગ્રીનનો વર્તમાન ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો તેના આક્રમક ક્ષમતાના વિસ્તરણને કારણે ઊંચો છે, પરંતુ 2030 સુધીમાં તે ઘટીને 2.8 ગણો થવાની ધારણા છે.