દહેજ, ભરુચ : અદાણી ફાઉંડેશન, દહેજ ભરુચ જિલ્લાના દહેજ અને નેત્રંગ વિસ્તાર સામાજિક વિકાસના અનેકવિધ કાર્યો કરી રહ્યું છે. એ પૈકી શાળાના વિદ્યર્થીઓ રમત-ગમતના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી એ ક્ષેત્રમાં આગળ વધે, એમની શક્તિઓને મંચ મળે એવા ઉમદા હેતુથી દહેજ વિસ્તારની હાઈસ્કૂલ અને નેત્રંગ વિસ્તારની પ્રાથમિક શાળામાં આંતરશાળા એથ્લેટિક્સ ટુર્નામેંટનું આયોજન થયું હતું.
અદાણી ફાઉંડેશને દહેજ વિસ્તારમાં વિવિધ હાઇસ્કૂલના ૯૮ બહેનો અને ૯૮ ભાઈઓ તેમજ નેત્રંગ વિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાની ૬૦ બહેનો અને ૬૦ ભાઈઑ વચ્ચે ૧૦૦ મીટર દોડ, ગોળા ફેક, ચક્ર ફેક, કબ્બડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ બહુ ઉત્સાહપૂર્વક આ ખેલકૂદ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ટીપીઈઓ સુરેશભાઈ વસાવાની સાથે બીઆરસી સુધાબેન વસાવા, સીઆરસી યાસીનભાઈ કડીવાલા, સરપંચ ચંદુભાઈ ચૌધરી, એસએમસી સભ્ય પ્રજ્ઞિનીતાબેન, જુનીજામુનિ શાળાના મુખ્યશિક્ષક હરસિંગભાઈ વસાવા સાથે અનેક આગેવાન હાજર રહ્યા હતા.
અદાણી ફાઉન્ડેશન આયોજિત ટુર્નામેંટમાં પ્રથમ અને દ્રુતીય ક્રમે આવનાર ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી તેમણે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના ટીપીઈઓ તેમજ મુખ્યશિક્ષકો દ્વારા અદાણી ફાઉંડેશનનો આભાર વ્યકત કરાયો હતો.