એન્ટરટેઇન્મેન્ટ

ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “કસૂંબો”ના કલાકારો  સુરતની મુલાકાતે

વિજયગીરી બાવા નિર્દેશિત, રામ મોરી લિખિત મલ્ટી સ્ટારર ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે

સુરત : સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે. વિજયગિરિ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી સિનેમા જગતની ઐતિહાસિક ફિલ્મ ‘કસૂંબો’ એ રીલીઝ પહેલા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. ફિલ્મનું ટીઝર, ટ્રેલર અને ટાઇટલ સોન્ગ કરોડો લોકોના દિલ સુધી પહોચ્યું અને સાથે જ ફિલ્મને રિલીઝ પહેલા ઘણી પ્રશંસા મળી રહી છે. ફિલ્મના કલાકારોએ આ ફિલ્મ માટે અથાગ મહેનત કરી છે. ટાઇટલ સોન્ગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરવામાં આવ્યું. શત્રુંજ્ય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલા 51 અમર બલિદાનની ભવ્ય ગાથા કહેતી ગુજરાતી ભાષાની ફિલ્મ છે. આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓની વીરતા વાત કહેવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઇ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્યા ઘટના પ્રેરિત છે.

“કસૂંબો” ના કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, અને ચેતન ધાનાણી એ ડાયમંડ સિટી સુરતની મુલાકાત લીધી હતી અને પોતાની ફિલ્મ અંગે દિલ ખોલીને ચર્ચા કરી હતી.

ફિલ્મમાં ધમેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે. ફિલ્મનું શૂટીંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યું હતું. જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ, પર્વત વગેરે બનાવાયા હતા.

ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવાથી લઇ, પાત્રોનો પરિચય આપતાં પોસ્ટર્સ, ફિલ્મનું ટીઝર, એક સુંદર મજાનો ભક્તિભાવ ભર્યો માં ખોડિયારનો ગરબો, ફિલ્મનું ટ્રેલર અને ટાઇટલ સોન્ગ ખુબ જ પ્રભાવિત કરે છે, જે સિને ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શક ગણને આકર્ષવામાં સફળ થતી જણાય છે. ફિલ્મ 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button