સુરત: સ્નાતક સુધી અભ્યાસ કરી પોતનો વારસાગત પશુપાલનના ધંધામાં જોડાય ૭૦ ગીર ગાયોનું પાલન કરી એમાંથી પરિવારનું ગુજરાન ચલાવતા લાલજીભાઇ રબારીએ જણાવ્યું હતું કે, ગાય માતાના અણુએ અણુમાં શુભત્વ રહેલું છે, તેમાં વસતા દેવતાઓથી ગાયમાતા આપણા જીવનની અનેક મુશ્કેલીઓ દુર કરે છે. જે લોકો ગાય પાળતા હોય અને જે લોકોના ઘરના આંગણામાં ગૌ-માતા સદાય રહેતા હોય એવા લોકોના ઘરના વાસ્તુ દોસ્ત સ્વયંભૂ નાશ પામે છે.સાત પેઢીથી મારું પરિવાર ગાયનું રક્ષણ અને પાલન કરી તેમાંથી આજીવિકા મેળવી રહ્યું છે.મને પણ નાનપણથી ગાયો પ્રત્યે પ્રીતિ હતી.જેથી ભાવનગરથી ગ્રેજ્યુએટ અભ્યાસ પુર્ણ કરી પરિવારના વારાસગત વ્યવસાયમાં જોડાયા હતો.
કોલેજ પુર્ણ કરી વર્ષ ૨૦૧૫માં ભાવનગરથી સુરત આવ્યા ત્યારે ૨૫ ગાયોથી ગીર ગાયનું પાલનની શરૂઆત કરી હતી, આજે હું ૭૦ ગીર ગાયોનું પાલન કરી એમાંથી મળતા દૂધમાંથી ૧૮૦ લિટર દુધ ડેરીમાં ભરું છું. તેમજ બાકીનું છુટક વેચાણ કરી મહિને ૩૦ હજારથી વધુની આવક મેળવી રહ્યો છું. ઉપરાંત ગીરગાયનું છાશ,દંહી,ગૈમુત્ર,છાણા તેમજ છાણમાંથી બનતું ખાતરનું પણ વેચાણ કરી પણ કરું છું.તેમજ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવતું છાણયું ખાતરનું પણ વેચાણ કરીએ છીએ.જેમાંથી વધારાની આવક મળે છે.
૨૫ ગાયથી શરૂઆત કરી:
ભાવનગરના સણોસરાગામના હાલ બારડોલી તરસાડીમાં રહેતા ૩૧ વર્ષીય ગ્રેજ્યુએટ યુવાન લાલજીભાઇ રબારી પોતાના પિતા અને ભાઇની સલાહથી પોતના પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાય ગૌશાળા શરૂ કરી છે. ત્યાં તેવો ગીર ઓલાદની ગાયોનું સંવર્ધન કરે છે.તેમણે ૨૫ ગાયથી પશુપાલનની શરૂઆત કરી હતી.આજે તેની પાસે નાની-મોટી મળી ૭૦ ગાય છે.
ગીર ગાયના સંવર્ઘન સાથે કમાણી:
લાલજીભાઇ રબારી તરસાડી ગામમાં ગૌશાળા અને સંવર્ઘન કેન્દ્ર ચલાવે છે, જેમાં ભારતીય નસલની દેશી ગીર પાળે છે. અત્યારે તેની પાસે નાની-મોટી મળીને કુલ ૭૦ ગાય છે.ગાયોના દૂધમાંથી મહિને ૩૦ હજારની આવક મળવે છે.ઉપરાંત દંહી,છાશ,ગૌમુત્ર,છાણા તેમજ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી બનતું છાણીયું ખાતરનું વેચાણ કરી કમાણી કરે છે.અગામી સમયમાં દુધમાંથી પનીર બનાવી વેચાણ કરીશું એમ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નિતિન ગામીત અને તેઓની ટીમનું અવારનવાર માર્ગદર્શન મળતું રહે છે અને પ્રાકૃતિક ખેતી તરફ આ યુવા પશુપાલક અગ્રેસર થયો છે.