સંજીવ કુમાર ઓડિટોરિયમમાં હિમાનીઝ હેપ્પીનેસ હબ દ્વારા મોટીવેશનલ કાર્યક્રમ આયોજિત કરાયો
જીવનમાં સફળ થવું હોય તો હસતા રહો: લાઇફ કોચ સ્પીકર મિસ હિમાની

સુરત : વીડિયોમાં જીવનને ખુલીને જીવવા માટે જીવનને પ્રેમ કરવો ખૂબ જરૂરી છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપને લાઈફને જસ્ટિસ નથી કરતા, જિંદગી જીવતા નથી, માત્ર કાપીએ છે, જિંદગીને માણતા નથી. માણસનું મન પોઝિટિવ હોય તો જીવનમાં ચમત્કાર સર્જે છે અને મન નેગેટિવ હોય તો જીવનને નર્ક બનાવે છે. એટલા માટે પોતાની અંદરની સેલ્ફ પર વર્ક કરવું લાઇફ ને જેટલી અંદરથી પોઝિટિવ બનાવશો તેટલું જીવનમાં સક્સેસ સફળતા મેળવશો.
સુરતવાસીઓને હિમાની બેને મેસેજ આપ્યો કે ખુશ રહેવું હોય તો હસતા રહેવું. તમારી સ્માઈલમાં એ શક્તિ છે કે નેગેટિવ કામ પણ પોઝિટિવ કરી શકે છે. સુરતવાસીઓ તમે નંબર વન છો હેપ્પીનેસમાં પણ સુરત શહેર નંબર વન બની તે માટે હસતા રહો.
જો આજનો સંજીવ કુમાર ઓડિટોરિયમ નો સેમિનાર ચૂકી ગયા હોય તો 16 માર્ચે એસપીબી હોલ સમૃદ્ધિ નાનપુરા ૧૭ મી માર્ચ સંસ્કારભારતી સ્કૂલ અડાજણ ૧૮મી માર્ચે જીવન ભારતી સ્કૂલ 19 માર્ચે સરદાર સ્મૃતિ ભવન હોલ અને 22 અને 23 માર્ચે લી મેરેડીયન હોટલમાં સવારે સાતથી સાંજે છ વાગે બે દિવસ ના ફુલ ડે વર્કશોપ માં અવશ્ય જોડાઓ.