હિંદુ કુટુંબના સૌથી વયસ્ક સભ્ય માટે સંયુકત કુટુંબની સગીરના હિત સહિતની મિલકતનો નિકાલ કરવા માટે કોર્ટની પરવાનગીની જરૂરી નથી.
ઘણાં કિસ્સાઓમાં હિન્દુ સંયુકત કુટુંબની મિલકતોના ધારણકર્તાઓમાં યાને સહમાલિકો / કુટુંબના સભ્યો પૈકી મોટા સભ્ય ધ્વારા મિલકતમાં રહેલ સગીર સહીતના તમામનો વણવહેચાયેલો હિસ્સો ત્રાહિત પક્ષકારને વેચી દેવામાં આવતો હોય છે. તેવી જ રીતે ઘણાં કિસ્સાઓમાં ત્રાહિત પક્ષકાર ધ્વારા હિન્દુ સંયુકત કુટુંબની મિલકતોના ધારણકર્તાઓ યાને સહમાલિકો કુટુંબના સભ્યોના મોટા સહમાલિક કનેથી ત્રાહિત પક્ષકાર ધ્વારા સગીર સહીતના સહમાલિકનો વણવહેચાયેલો હિસ્સો સગીરના હિસ્સા બાબતે કોર્ટની પરવાનગી વિના ખરીદી લેવામાં આવતા હોવાના પણ કિસ્સાઓ બનવા પામે છે. પરંતુ હિન્દુ સગીરત્વ અને વાલીપણાં અધિનિયમ, ૧૯૫૬ની કલમો-૬ અને ૧૨ હેઠળ જોગવાઈ થયા મુજબ સંયુકત કુટુંબની મિલકતમાં રહેલ સગીરના અવિભકત હિત માટે કોઈ કુદરતી વાલી હોવા જરૂરી નથી, તેમ હોઈ હિન્દુ સગીરત્વ અને વાલીપણાં અધિનિયમ, ૧૯૫૬ કલમ–૮ હેઠળ કોર્ટની પૂર્વપરવાનગી મેળવવી જરૂરી નથી અને તેથી, સંયુકત કુટુંબની જરૂરિયાતો માટે સંયુકત કુટુંબની સગીરના હિત સહિતની મિલકતનો નિકાલ કરતી વખતે સંયુકત કુટુંબની મિલકતના સૌથી વયસ્ક સભ્ય કોર્ટની પરવાનગી મેળવવી જરૂરી નથી.
નાગામથુ વિરુદ્ધ જયાચંદ્રન, સેકન્ડ અપીલ નં.:૨૦૨૪/૨૦૦૧ ના કામે
તા.૦૮–૦૧-૨૦૧૮ ના રોજ આખરી હુકમ
(આ લેખ લખનાર એડવોકેટ દિપક એ પાટીલ રાજયનાં પ્રખ્યાત ધારાશાસ્ત્રી છે. જમીન વિષયક સલાહ માટે સંપર્ક કરો- ઓફીસ નંબર – 8320326591)