એલ.પી સવાણી એકેડમી, વેસુમાં સિનેર્જિયા આંતર-શાળા રમતગમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
લગભગ ૩૫૦ વિધાર્થીઓ એ ભાગ લીધો
સુરતઃ એલ.પી સવાણી એકેડમી, વેસુ માં પહેલીવાર સિનેર્જિયા આંતર-શાળા રમતગમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ફૂટબોલ, બાસ્કેટબોલ અને ટેબલ ટેનિસ જેવી રમતોમાં ભગવાન મહાવીર ઇન્ટરનેશનલ, હિલ્સ હાઇસ્કુલ, લાન્સર્સ આર્મી રિલાયન્સ ફાઉન્ડેશન, રાયન ઇન્ટરનેશનલ, એસ.ડી.જૈન સ્કુલ, એસ. બી. આર. મહેશ્વરી વિદ્યાપીઠ વિબ્યોર હાઇસ્કુલ, એલ પી. સવાણી ઇન્ટરનેશનલ પાલ એલ.પી.સવાણી વિદ્યાભવન અડાજણ સ્કૂલ થી લગભગ ૩૫૦ વિધાર્થીઓ એ ભાગ લીધો.
જેમાં મુખ્ય અતિથિના રૂપ માં અમિત પટેલ, જેઓ વર્તમાન માં સુરત શહેરમાં બધી શાળાના ફિઝિકલ એજ્યુકેશન ટીયર્સ એસોસિએશન ના અધ્યક્ષ છે. એલ.પી સવાણી એકેડમી વાઇસ ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર સવાણી અને ડિરેક્ટર શ્રીમતી પૂર્વી સવાણી ને મુખ્ય અતિથિ અને રમત ગમત ના રેફરીને સ્મૃતિ ચિન્હ સાથે સન્માનિત કરાયા.
એલ.પી.સવાણી, એકેડમી વેસુ ના પ્રધાનાચાર્ય અને તેમની ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ટીમ વર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવના જેવા મૂલ્યોનો વિકાસ કરવો જેથી પ્રતિયોગિતા ના માધ્યમથી વિદ્યાર્થિઓ ને પોતાના ખેલ પ્રદર્શન દ્વારા તેમની પ્રતિભા કૌશલ્ય ને વધારવાની તક મળે, સાથે અલગ-અલગ સ્કૂલ ના વિદ્યાર્થિઓમાં એકતા અને સહયોગની ભાવનાને વધારવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.