ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનું 100% પરિણામ
સુરતઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ -𝟐𝟎𝟐𝟒 માં લેવાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું. જેમાં છેલ્લા પાંચ વર્ષની જેમ આ વર્ષે પણ ધ રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલએ અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથીવધુ 𝐀𝟏 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ રહ્યું છે. જેમાં A1 માં 36 અને A2 માં 61 વિદ્યાર્થીએ ગ્રેડ મેળવ્યો છે. સાથે સાથે 100% પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે. કુલ 178 વિદ્યાર્થી માંથી 97 વિદ્યાર્થી A1 અને A2 માં સ્થાન મેળવી અડાજણ અને રાંદેર ઝોનમાં 55% વિદ્યાર્થી સાથે પ્રથમ ક્રમે રહ્યા.
આ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ પરિણામ મેળવવા બદલ શાળા પરિવાર તમામ વિદ્યાથીઓ અને તેના પરિવારજનો તેમજ શિક્ષક મિત્રોને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. આ જવલંત સફળતા બદલ શાળા ના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને 100% સુધીની આશીર્વાદ સ્કૉલરશીપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર રામજીભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવી છે જેથી અભ્યાસ અંગે અને ઉચ્ચ પરિણામમાં રુચિ જળવાઈ રહે.
શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા, કેમપ્સ ડારેકટર આશિષ વાઘાણી અને આચાર્ય ડો વિરલ એમ નાણાવટી તેમજ મેલકમ પાલિયા દ્વારા આ વિધાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, સિવિલ સર્વિસ, MBA,C.A,C.S, જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી પોતાનું આગવું સ્થાન ધરાવે તેવી શુભેચ્છા સાથે તેમને પુષ્પ અર્પણ કરી મિઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી.