આર્ય ક્લબ પ્રેઝંત, આઇકોનિક ફૅશન 69 ઇવેન્ટ દ્વારા હોળી બેઝનું આયોજન
કાર્યક્રમ દરમિયાન, ડીજે, સંગીત અને ગાયક કલાકારો દર કલાકે બદલાશે

સુરતઃ વેસુ પ્રાઇમ શોપર્સ પાસે હીરામોતી પાર્ટી પ્લોટ ખાતે 25મી માર્ચે ઓર્ગેનિક રંગો, ડીજે સોનલ અને વિફોરવન્સ મોર બેન્ડ સાથે હોળીની ઉજવણી
આર્ય ક્લબ પ્રેઝત, આઇકોનિક ફૅશન G9 ઇવેન્ટ દ્વારા 25મી માર્ચે પ્રાઇમ શોપર્સ પાસે હીરામોતી પાર્ટી પ્લોટ, વેસુ ખાતે આઇકોનિક હોળી બેશનું આયોજન કરવામાં આવ્યું છે. રેડ ડાન્સ, મડ ડાન્સ, ઓર્ગેનિક કલર્સ, ફૂડ, ડેઝીઝ, લાઈવ બેન્ડ સાથે આખો દિવસ હોળીની ઉજવણી કરો.
હોળીના તહેવાર વિશે માહિતી આપતા આયોજક હિરેન કાકડિયાએ જણાવ્યું હતું કે, જી9 ગ્રૂપે શહેરવાસીઓ નવી શૈલીમાં હોળીની ઉજવણી કરી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમ દરમિયાન, ડીજે, સંગીત અને ગાયક કલાકારો દર કલાકે બદલાશે જેથી તેઓ લોકોને વિવિધ પ્રકારનું મનોરંજન પૂરું પાડી શકે.
આ પાર્ટી પ્લોટ પર એકસાથે પંદર હજાર લોકોની કેપીસીટી છે પરંતુ આયોજકો માત્ર 8 થી 10 હજાર લોકો માટે જ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે.
હોળીના બેઝ દરમિયાન કાર્નિવલ પણ હોય છે, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટરનું આયોજન કરવામાં આવે છે. જેથી બાળકો, યુવાનો, વૃદ્ધોથી માંડીને તમામ વયના લોકો આ કાર્યક્રમમાં હાજર રહી શકશે. સ્થળ પર હોળીની ઉજવણી કરનારાઓને 100% ઓર્ગેનિક કલર વિનામૂલ્યે આપવામાં આવશે. આયોજકોનો પ્રયાસ છે કે આવનારા લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે અને તેઓને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.