બિઝનેસસુરત

BYD Indiaએ BYD SEAL સાથે લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

“વર્લ્ડ કાર ઓફ ધ યર” માટે ટોચની ત્રણ ફાઇનલિસ્ટ્સ પૈકીની એક તરીકે BYD SEALની પસંદગી થઈ

સુરત, 9 માર્ચ, 2024 – વિશ્વની અગ્રણી New Energy Vehicles (NEV) મેન્યુફેક્ચરરની પેટા કંપની BYD INDIAએ BYD SEALના ભવ્ય લોન્ચ સાથે લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન સેગમેન્ટમાં તેના પ્રવેશની ગર્વભેર જાહેરાત કરે છે. BYDએ 31 માર્ચ, 2024 પહેલા બુકિંગ કરાવનાર ગ્રાહકો માટે આકર્ષક લાભો સાથે BYD SEALના બુકિંગના પ્રારંભની જાહેરાત કરી છે.

BYD SEAL વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. ભારતમાં લોન્ચિંગના થોડા જ દિવસો પહેલા 2024 જીનિવા મોટર શૉ ખાતે યોજાયેલા વર્લ્ડ કાર એવોર્ડ્સમાં “વર્લ્ડ કાર ઓફ ધ યર” માટેની ટોચની ત્રણ ફાઇનલિસ્ટ્સ પૈકીની એક તરીકે BYD SEALની પસંદગી કરવામાં આવી હતી. એક મહિના પહેલા BYD યુઈએફએ યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024™ (UEFA EURO 2024™)ની ઓફિશિયલ પાર્ટનર અને ઓફિશિયલ ઈ-મોબિલિટી પાર્ટનર બની હતી અને યુએફઈએ સાથેની આ ઐતિહાસિક ભાગીદારીના પગલે New Energy Vehicles (NEV) મેન્યુફેક્ચરર અને ચેમ્પિયનશિપ વચ્ચે આ સૌપ્રથમ સ્પોન્સરશિપ ડીલ થઈ છે. વૈશ્વિક સફળતા મળ્યાના પગલે લક્ઝુરિયસ BYD SEAL હવે ભારતીય બજારમાં લક્ઝરી ઈવી સેડાન સેગમેન્ટમાં નવા બેન્ચમાર્ક્સ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. 

આ ક્રાંતિકારી ડી-સેગમેન્ટ ઇલેક્ટ્રિક સેડાન ભારતમાં વિવિધ કસ્ટમર સેગમેન્ટ્સ માટે એમપીવી, એસયુપી અને સેડાનનો સંપૂર્ણ ઈવી પોર્ટફોલિયો બનાવવા તરફનું પગલું દર્શાવે છે. BYD SEAL ડાયનેમિક, પ્રિમિયમ અને પર્ફોર્મન્સ એમ ત્રણ સેગમેન્ટમાં પણ રજૂ થઈ છે. તેના સ્પોર્ટી ડીએનએને સમાવતી BYD SEAL હાઇ-પર્ફોર્મન્સ ઇલેક્ટ્રિક સેડાન છે જે iF Design Award, CTB and iTAC technologies તથા આધુનિક ઇ-પ્લેટફોર્મ 3.0 ધરાવે છે.

રિઅર-વ્હીલ/ઓલ-વ્હીલ ડ્રાઇવ, એડવાન્સ્ડ સસ્પેન્શન તથા 3.8 સેકન્ડ્સમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે તે પ્રભાવશાળી પર્ફોર્મન્સ અને 650 કિમીની રેન્જ પૂરી પાડે છે. સીટીબી ટેક્નોલોજી દ્વારા કારના એરોડાયનેમિક્સ તથા ઇન્ટિરિયર સ્પેસને વધારવામાં આવ્યા છે. સુરક્ષિત અને ઇન્ટેલિજન્ટ ડ્રાઇવિંગ અનુભવ માટે BYD SEAL એડીએએસ લેવલ 2, એનએફસી કાર્ડ ઇન્ટિગ્રેશન અને 9 એરબેગ્સ ધરાવે છે જે તેને શ્રેષ્ઠ, સ્ટાઇલિશ અને સક્ષમ વ્હીકલ બનાવે છે.

Cargo BYDના બિઝનેસ હેડ શ્રી ઝુબિન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે “BYDમાં અમે હંમેશા ઇનોવેશનથી પ્રેરિત રહ્યા છીએ અને અત્યાધુનિક ટેક્નોલોજી, ડિઝાઇન, અદ્વિતીય આરામ તથા ભારતમાં વધુ સ્વચ્છ તેમજ હરિયાળા ભવિષ્ય માટે વેગ આપવા માટેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉ પરિહવનના ક્ષેત્રને સતત પુનઃઆકાર આપ્યો છે. BYD SEAL એ ભારતીય ગ્રાહકો માટે વિવિધ ગ્રીન મોબિલિટી સોલ્યુશન્સ પૂરા પાડવા માટેના અમારા સમર્પણનું એક અનેરું ઉદાહરણ છે અને અમને વિશ્વાસ છે કે ભારતમાં ન્યૂ એનર્જી વ્હીકલ ક્ષેત્રે ક્રાંતિને વેગ આપવામાં તે મહત્વની ભૂમિકા ભજવશે. ઈપીવી સેગમેન્ટમાં BYD ગ્લોબલ ચેમ્પિયન હોવાથી અને ભારતીય ગ્રાહકો તરફથી મળેલો હકારાત્મક પ્રતિસાદ સમગ્ર ભારતમાં અમારી ડિલરશિપને વધારવા માટે અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરે છે કે વધુને વધુ ગ્રાહકો BYD SEAL દ્વારા ઓફર કરાતા અદ્વિતીય ડ્રાઇવિંગ અનુભવનો અનુભવ કરી શકે.”

BYD SEALની સીટીબી ટેક્નોલોજી બ્લેડ બેટરીને સેડાનની બોડીમાં સરળતાથી સમાવે છે જે એક મજબૂત ‘સેન્ડવિચ’ સ્ટ્રક્ચર ઊભું કરે છે જેના પગલે 40500N.m/°ની ટોર્શનલ રિજિડિટી હાંસલ કરી શકાય છે. આ અભૂતપૂર્વ ડિઝાઈન ન કેવળ ઇન્ટિરિયર સ્પેસને વધારે છે, પરંતુ સુરક્ષા, સ્થિરતા, હેન્ડલિંગ અને પર્ફોર્મન્સમાં પણ નોંધપાત્ર વધારો કરે છે. લેવલ 2 પર Advanced Driver Assistance Systems (ADAS)થી સજ્જ BYD SEAL ઓટોમોટિવ ટેક્નોલોજીમાં એક મોટી છલાંગ રજૂ કરે છે. એનએફસી કાર્ડની કાર્યક્ષમતા સાથે સરળતાથી ઇન્ટિગ્રેટ થતું આ ઇનોવેટિવ વ્હીકલ મોર્ડન ડ્રાઇવિંગનો સંપૂર્ણ અભિગમ પૂરો પાડે છે. ADAS લેવલ 2 સાથે ગ્રાહકો એડપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને લેન-કિપીંગ આસિસ્ટન્સ જેવી ઉચ્ચ સુરક્ષા સુવિધાઓનો અનુભવ કરી શકે છે જ્યારે એનએફસી કાર્ડ ઇન્ટિગ્રેશનથી વ્હીકલના ફીચર્સ તથા સર્વિસીઝને વધુ સુગમ તથા સુરક્ષિત એક્સેસ મળે છે. BYD SEAL આધુનિક ટેક્નોલોજીને યુઝર-ફ્રેન્ડલી એક્સેસિબિલિટી સાથે ભેળવીને ઇન્ટેલિજન્ટ ડ્રાઇવિંગ અનુભવો માટે નવા માપદંડો નિર્ધારિત કરે છે.

31 માર્ચ, 2024 સુધીમાં BYD SEAL બુક કરાવનાર ગ્રાહકોને આકર્ષક લાભો (બુકિંગ પોલિસી મુજબ) મળશે જેમાં 7kW હોમ ચાર્જર અને ઇન્સ્ટોલેશન સર્વિસ, 3kW પોર્ટેબલ ચાર્જિંગ બોક્સ, BYD SEAL VTOL મોબાઇલ પાવર સપ્લાય યુનિટ, છ વર્ષની રોડસાઇડ આસિસ્ટન્સ તથા પહેલી નિઃશુલ્ક સર્વિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત BYD SEAL ટ્રેક્શન બેટરી માટે 8 વર્ષ અથવા 1,60,000 કિલોમીટરની વોરંટી (જે પહેલા પૂરી થાય તે), મોટર અને મોટર કંટ્રોલર માટે 8 વર્ષ અથવા 1,50,000 કિલોમીટરની વોરંટી અને વાહન માટે 6 વર્ષ અથવા 1,50,000 કિલોમીટરની વોરંટી ધરાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button