સેમસંગે બેંગલુરુમાં પોતાની રિટેલ હાજરી વધારી; મોલ ઓફ એશિયામાં પોતાના બીજા પ્રિમીયમ એક્સપિરીયન્સ સ્ટોરનું ઉદઘાટન કર્યુ
• અદ્યતન પ્રિમીયમ સ્ટોર ડિઝાઇનથી સજ્જ, તેમાં સ્માર્ટફોન્સ, લેપ્ટોપ્સ અને ટેબ્લેટ્સને સ્માર્ટથિંગ્સ, ગેમીંગ ઝોન

બેંગલુરુ – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ કંપની સેમસંગએ બેંગલુરુમાં મોલ ઓફ એશિયામાં નવા પ્રિમીયમ એક્સપિરીયન્સ સ્ટોરનું ઉદઘાટન કર્યુ છે. વેચાણ અને સેવાઓ માટે વન સ્ટોપ શોપ બની રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવેલ આ સ્ટોર ગ્રાહકોને ઉત્સાહજનક અનુભવ પૂરો પાડશે, જેમાં તેની કનેક્ટેડ ડિવાઇસ ઇકોસિસ્ટમ – સેમસંગ સ્માર્ટથિંગ્સ તેમજ વિવિધ પ્રકારની સાંકળથી પ્રવૃત્તિઓનું પણ નિદર્શન કરવામાં આવશે. નવો પ્રિમીયમ એક્સપિરીયન્સ સ્ટોર મોલ ઓફ એશિયામાં 1200 ચો.ફૂટમાં ફેલાયેલો છે જે સેમસંગ પ્રોડક્ટ્સ અને સેવાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરવાની સાથે બેંગલુરુના ઉત્તરીય ભાગમાં ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષે છે.
જે ગ્રાહકો સ્ટોરમાં આવશે તેમને ખાતરીદાયક ભેટ, 2X લોયલ્ટી પોઇન્ટ્સ (રૂ. 15,000થી ઉપરના વ્યવહારો પર) અને મર્યાદિત સમયની ઓફર તરીકે પસંદગીના ડિવાઇસ સાથે રૂ. 2999ની કિંમતના ગેલેક્સી બડ્ઝ પણ મેળવશે. જ્યારે સેમસંગની રૂ. 20,000થી ઉપરની પ્રોડક્ટ ખરીદવા પર ગ્રાહકો વહેલાસર મુલાકાત સ્વરૂપેની ભેટ પણ મેળવશે. વધુમાં ગ્રાહકો હંમેશના ચાલુ રહેતા ફાયદાઓ દ્વારા સ્માર્ટફોન્સ, લેપ્ટોપ્સ અને સ્માર્ટવોચીઝ પર 22.5 ટકા સુધીની કેશબેક રૂપે વિદ્યાર્થી ડિસ્કાઉન્ટ અને પસંદગીની આઇટમો પર રૂ. 22,000 સુધીના વધારાના લાભો મેળવી શકશે.
સ્ટોર ખાતે સેમસંગ તેના ‘Learn @ Samsung’ પ્રોગ્રામના ભાગરૂપે વિવિધ પ્રકારના ગેલેક્સી વર્કશોપનું પણ આયોજન કરશે જેની ડિઝાઇન ટેક-સેવી ગ્રાહકો અને ખાસ કરીને Gen Z અને યુવાઓ માટે કરવામાં આવી છે. તેમાં AI શિક્ષણ કે ગ્રાહકોના જુસ્સા પર ધ્યાન કરતી હોય તેવા વર્કશોપ્સનો પણ સમાવેશ થશે.
“શહેરમાં અમારા સૌપ્રથમ એક્સપિરીયન્સ સેન્ટર સેમસંગ ઓપેરા હાઉસને મળેલા સુંદર પ્રતિભાવને આધારે બેંગલુરુમાં મોલ ઓફ એશિયામાં બીજો પ્રિમીયમ એક્સપિરીયન્સ સ્ટોર રજૂ કરતા અમને ખુશી થાય છે. અમે સ્થાનિક ખરીદનારાઓને ખુશ રાખવાનો અને વિશિષ્ટ રીતે રચવામાં આવેલી પ્રોડક્ટનો અનુભવ લે તેવો હેતુ ધરાવીએ છીએ. અમારા તદ્દન નવા સ્ટોરમાં ઉત્પાદકતાના માસ્ટરક્લાસિસ, નાઇટોગ્રાફી અને ફોટો એડીટીંગ સત્રો સહિતના તેના ‘Learn @ Samsung’ પ્રોગ્રામના ભાગરૂપેના વર્કશોપ્સ કે જે વિવિધ જુસ્સા પોઇન્ટને સંતોષે છે તેનુ આયોજન કરીને વિવિધ ગ્રાહક વર્ગને વ્યસ્ત રાખવા માટે સમર્પિત છે. શહેરનું વિશિષ્ટ રિટેલ માર્કેટ અમારા માટે ગ્રાહકો સાથે જોડાવામાં અને યાદગાર પ્રવૃત્તિઓનું સર્જન કરવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે” સુમિત વાલિયા, વાઇસ પ્રેસિડેન્ટ, D2C બિઝનેસ, સેમસંગ ઇન્ડિયા.
તદ્દન નવી જ લોન્ચ કરાયેલસ સ્ટોર સ્માર્ટથિંગ્સ, ગેમીંગ ઝોન, ઓડીયો વિઝ્યૂઅલ ઝોન અને સ્માર્ટફોન અને વેરેબલ પસંદગીઓ કે જે તાજેતરમાં લોન્ચ કરાયેલ અગ્રણી સ્માર્ટફોન સિરીઝ જેમ કે Galaxy S24, Galaxy ZFold5 અને Galaxy ZFlip5નું નિદર્શન કરે છે તેની સાથે નેક્સ્ટ-જનરેશન જીવન કરતા મોટો અનુભવ પ્રદાન કરે છે.