ડૉ.પ્રકાશચંદ્ર પટેલને સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કૉ-ઓર્ડીનેટર તરીકેનો અવોર્ડ પ્રાપ્ત થયો

સુરત : રાજ્ય કક્ષાનાં રાષ્ટ્રીય સેવા યોજના એવોર્ડનું ગાંધીનગર ખાતે આયોજન આજ ૦૭/૦૩/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગના કૉ-ઓર્ડીનેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગના કૉ-ઓર્ડીનેટરશ્રી ડૉ.પ્રકાશચંદ્ર પટેલ હાજર રહ્યા હતા એટલું જ નહિ પરંતુ તેઓને રાષ્ટ્રીય સેવા યોજના (NSS)માં સમગ્ર ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ કૉ-ઓર્ડીનેટર તરીકેનો અવોર્ડ ગુજરાત સરકારના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ના હસ્તે પ્રાપ્ત થયો છે.
ડૉ. પ્રકાશચંદ્ર દ્વારા ખુબ જ ઉલ્લેખનીય કાર્ય અને રાષ્ટ્રભક્તિ, સમાજ જાગરણ, યુવાજાગરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા બૌદ્ધિક, વાર્ષિક શિબિર વગેરે કાર્યક્રમો અને તેમની સક્રિયતાથી ખુબ સર્જનાત્મક કાર્ય કર્યુ છે તે કાર્યોને ધ્યાનમાં રાખીને આ અવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડા, કુલસચિવ ડૉ. રમેશદાન સી. ગઢવી તથા સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.