એજ્યુકેશન
શ્રી ભારતીમૈયા વિદ્યાસંકુલના બે વિદ્યાર્થીઓ ગીતા શ્લોક ગાન સ્પર્ધામાં વિજેતા
સુરતઃ ભારતીમૈયા વિદ્યાસંકુલમાં ગીતા ગાન સ્પર્ધામાં સિદ્ધિ મેળવી છે. ચિન્મય મિશન દ્વારા આયોજિત, આંતરશાળા ગીતા શ્લોક ગાન સ્પર્ધા માં અઠવા ઝોનની-19 શાળાઓમાંથી શ્રી ભારતીમૈયા વિદ્યાસંકુલના બે વિદ્યાર્થીઓ વિજેતા થયા છે. જેમાં વિભાગ સી- માં પાટીલ પ્રીતિ મલગૌડા એ પ્રથમ ક્રમ તેમજ વિભાગ બી- માં પટેલ શ્રેય નિલેશકુમારે ચતુર્થ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
આ વિદ્યાર્થીઓને તૈયારી કરાવનાર શિક્ષિકા શિલ્પાબેન ભરથાણીયા છે. તો આ દરેકને ટ્રસ્ટીશ્રીઓએ , તથા શાળાના આચાર્ય શ્રી ડૉ.અખિલેશ એન નાયક તેમજ શાળાના નિરીક્ષકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.