સેન્ટ માર્કસ શાળામાં બે દિવસીય વાર્ષિક રમોત્સવની ભવ્ય ઉજવણી
સુરતઃ આજ રોજ સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ વિશેષ શ્રી અશોકભાઈએ હાજરી આપી શાળા પરિવારને ગૌરવ બક્ષ્યું હતુ.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીને સૌએ માં સરસ્વતીના આર્શીવાદ લીધા હતા. ત્યારબાદ અશોકભાઈનું શાળાના શિક્ષક દ્વારા પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું. આ સાથે જ શાળાનાં ટ્રસ્ટીશ્રી બી.વી.એસ. રાવ સર, કો ફાઉન્ડર શ્રીમતિ સુશીલા રાવ મેડમ, પ્રિન્સીપાલ ધન્યા મેડમ તેમજ ડેવિડ સરનું પણ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
અશોકભાઈએ તેમના જોષીલા આર્શીવચનો સાથે તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. ત્યારબાદ શ્રી તેમના વરદ હસ્તે રિબિન કાપી તથા બલુન ઉડાડી રમોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ બેન્ડના તાલે બાઇક-શો તેમજ પરેડ કરી જનરલ સેલ્યુટ આપી અતિથિ શ્રીએ મશાલ પેટાવી જે એક વિદ્યાર્થીએ પોતાના હાથમાં લઇ પૂર્ણ મેદાનમાં ચક્કર લગાવ્યા હતા
શાળામાં ધો-૧ થી ૧૨ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે વિવિધ રમતો જેમકે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર રનિંગ રેસ, કોથળા દોડ, શોટપૂટ, દોરડાં કૂદ, લીંબુ-ચમચી, સોયદોરો રેસ, ત્રિપગી દોડ વગેરેનું સફળર્તાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરની તમામ રમતોમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય વિજેતાને ઈનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા.