એજ્યુકેશન
સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર પર નિકેતન યુવા મહોત્સવનું આયોજન
સુરત, વરાછા કમલ પાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં સ્વામી વિવેકાનંદ ની 160 મી જયંતિના ઉપક્રમે શાળામાં યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વકૃત્વ , લાઈવ પેઇન્ટિંગ તેમજ સ્વામી વિવેકાનંદ ના જીવન ઉદ્દેશના મૂલ્યને સમજાવતો એક આબેહૂબ કાર્યક્રમ તૈયાર કર્યો હતો.
શાળાના વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખુબ સરાહનીય હતો. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને લક્ષ્ય સુધી જવા માટેની ઉર્જા સ્થાપિત થઈ હતી. શાળાના ટ્રસ્ટીશ્રી ધીરુભાઈ પરડવા તથા રજીતા તુમ્મા એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીની પ્રગતિ પાંડે એ સંચાલન ને પુનિતા ઝા એ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.