તમામ મુખ્ય એરલાઈન્સની પ્રથમ ડોમેસ્ટીક ફલાઈટ બુકીંગ ઉપર 14 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટની પેટીએમની ઓફર
આ ઓફર વિસ્તારા, સ્પાઈસ જેટ, એર એશિયા,ગો ફર્સ્ટ, ઈન્ડીગો અને એર ઈન્ડિયાના નવા યુઝર્સને લાગુ પડશે
ભારતની અગ્રણી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસમાં પાયોનિયર પેટીએમની માલીકી ધરાવતી અને ભારતની મોખરાની પેમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસિસ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે પોતાની પ્રથમ ફલાઈટ ટિકિટ બુક કરાવનારા ગ્રાહકો માટે આજે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.આ ઓફર માત્ર નવા યુઝર્સને લાગુ પડશે અને તેનો ઉપયોગ માત્ર ડોમેસ્ટીક ફલાઈટ બુકીંગ માટે થઈ શકશે.
યુઝર્સ ડોમેસ્ટીક રૂટની તેમની પ્રથમ ફલાઈટ બુકીંગમાં 14 ટકા સુધી અને મહત્તમ રૂ.1,000 ડિસ્કાઉન્ટ મેળવી શકશે. ફલાઈટ બુકીંગ ઉપર મિનિમમ ઓર્ડર વેલ્યુની કોઈ જરૂરિયાત રહેશે નહી. આ ઓફર વ્યક્તિ દીઠ એક જ વખતના ઉપયોગ માટે માન્ય રહેશે. આ ડિસ્કાઉન્ટ વિસ્તારા, સ્પાઈસ જેટ, એર એશિયા,ગો ફર્સ્ટ, ઈન્ડીગો અને એર ઈન્ડિયાના એરલાઈન્સના નવા યુઝર્સને લાગુ પડશે. કેન્સલેશન સમયે કોઈ સવાલ પૂછવામાં નહી આવે અને તેમની ફલાઈટ બુકીંગના કેન્સેલેશનમાં 100ટકા રિફંડ આપવવામાં આવશે.
પેટીએમના પ્રવકતા જણાવે છે કે “ અમે અમારા યુઝર્સને ફલાઈટ બુકીંગની અવિરત સુગમતા પૂરી પાડવા માગીએ છીએ. ટિકિટ લેવામાં સરળતાની સાથે સાથે અમે યુઝર્સને મોટુ ડિસ્કાઉન્ટ અને ડીલ્સ ઓફર કરી રહયા છીએ અને એ મારફતે વધુ બચત કરવામાં સહાય રહયા છીએ બુકીંગના આવા અનુભવની સાથે સાથે પેટીએમ ગ્રાહકોને પેટીએમ યુપીઆઈ, પેટીએમ વૉલેટ, ડેબીટ કાર્ડઝ, ક્રેડીટ કાર્ડઝ નેટ બેંકીંગ સહિતની સુવિધા પૂરી પાડી રહયા છીએ. ” પેટીએમ ટ્રાવેલ બુકીંગ માટેનુ પસંદગીનુ પ્લેટફોર્મ છે તથા તે એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ)ની એકરેડીટેડ ટ્રાવેલ એજન્ટ છે. તે ફ્રિ કેન્સલેશન અને રિફંડ તેમજ ઈન્સ્યોરન્સની અપાર સુવિધા પુરી પાડે છે.