બિઝનેસ

આપણી સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન પ્રક્રિયા ખરા અર્થમાં મેક ઈન ઈન્ડિયા પ્રયાસ છેઃ ઉબૈદ અઝીઝ બારુદગર

આ મેક ઈન ઈન્ડિયા પહેલ બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયાએ મહારાષ્ટ્રના કરજતમાં સ્થાપિત કરેલું એકમ ખરા અર્થમાં આપણા સન્માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપે છે મિડિયા સાથે વાત કરતાં બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયા પ્રા. લિ.ના ડાયરેક્ટર ઉબૈદ અઝીઝ બારુદગરે ગૌરવપૂર્વક જાહેર કર્યું કે તેઓ ભારતમાં આ ટેકનોલોજી લાવવામાં આગેવાન છે. અમારી નવીનતમ રોબોટિક ટેકનોલોજી ઉપયોગ કરનારી પ્રથમ ઈંટ ઉત્પાદન કંપની છે, જે ફેક્ટરી અમે કરજતમાં સ્થાપી છે. આ પર્યાવરણ અનુકૂળ ઈંટોએ નવા યુગના વિકાસનો માર્ગ બતાવ્યો છે. ઈંટો નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવી રહી હોઈ તે પર્યાવરણ અનુકૂળ છે, એમ જાહેર કરતાં તેમણે ઉમેર્યું કે ભારતમાં પહેલી વાર અમે રજૂ કરેલી આ ટેકનોલોજી સાથે પર્યાવરણને કોઈ હાનિ થતી નથી.

ત્રણ દાયકાનો અનુભવન અને 1 મિલિયનથી વધુ ચોરસફૂટ બાંધકામ કરરનારા ગેલેક્સી ગ્રુપનો હિસ્સો બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયા, બીબીઆઈ પ્રા. લિ.ની રચના મેક ઈન ઈન્ડિયાની સરકારની પહેલ હેઠળ ભારતમાં સૌથી વિશાળ સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન કંપની બનવા માટે ઝડપથી વૃદ્ધિ કરવાના ધ્યેય સાથે 14મી ડિસેમ્બર, 2014ના રોજ રચવામાં આવી હતી. આ એરમ ડોલવલી ખાતે ખોપોલી નજીક 10 એકર જગ્યામાં છે, જે દિવસના આશે 50,000 ઈંટનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

ડાયરેક્ટર દીપક નાઈકે મિડિયાને વધુ વિગતો આપતાં જણાવ્યું કે કાચા માલોની પસંદગીથી ટેકનોલોજી અને ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રક્રિયા સુધી ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરાતી નથી. આ ત્રણ અલગ અલગ આકારમાં બનાવવામાં આવતી વાસ્તવિક સ્થાપત્યવિષયક આકારની ઈંટો છે, જે બિન- પ્રદૂષિત, પર્યાવરણ અનુકૂળ, એકધાર્યો આકાર અને કદ ધરાવે છે. રોબોટિક કોમ્પ્રેશનનું આ પરિણામ છે અને તે ઉચ્ચ કક્ષાની નૈસર્ગિક માટીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાય છે.

બિલ્ડિંગ બ્લોક્સ જર્મન ઓટોમેટેડ પ્રોસેસ ટેકનોલોજી અને જાપાનીઝ રોબોટિક કોમ્પ્રેશન પ્રોડકશન લોજિક કંટ્રોલ (પીએલસી), વીએફએક્સ- બ્રિક્સ ફોર્મેશન રોબોટિક કોમ્પ્રેશન સાથેના મશીનો પર ઉત્પાદન કરાય છે. વિવિધ પ્રક્રિયાને લીધે ઈંટોની રચનામાં 0 ટકા બગાડ થાયછે. હાથ ધરવા દરમિયાન તે તૂટતી નથી. તે કાર્યક્ષમ રીતે સાઉન્ડ પ્રૂફ છે, થર્મલ કંડક્ટિવિટીને લીધે 20 ટકા વધુ ઊર્જા કાર્યક્ષમ છે, જેને લીધે નિયમિત ઈંટોની તુલનામાં એકંદરે 35 ટકા બચત થાય છે.

નૈસર્ગિક ઉચ્ચ કક્ષાની માટીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાતી નવા યુગની ઈંટો બહારી સાથે ભીતરની દીવાલોને પણ ડિઝાઈનની વરાઈટીના ઉત્તમ અનુભવ આપે છે, જે જંત અને અગ્નિ પ્રતિરોધક, હવામાન અને સિસ્મિક પ્રતિરોધક છે, જેને લીધે બહાર અને અંદર ઉપયોગ માટે ઉત્તમ કક્ષાની ઈંટ છે. હાથથી બનાવવામાં આવતી ઈંટના વેન્ડરોને હવે સુપ્રીમ કોર્ટે બંધી કરી છે. વૈશ્વિક પર્યાવરણ અને પ્રદૂષણ માટે તે જરૂરી છે. ઈંટ બનાવવાની જૂની રીતમાં અનેક આરોગ્યનાં જોખમો છે, એમ બારુદગરે જણાવ્યું હતું.

અમારી ભારતમાં રોબોટિક ઈંટો બનાવતી પ્રથમ ફેકટરી છે. દરેક ઈંટો સેંકડો ગુણવત્તા નિયંત્રણ પરીક્ષણો હેઠળ પસાર થાય છે, જેમ કે, શક્તિ, સખતપણાની પરીક્ષા, આકાર, કદ અને રંગનું પરીક્ષણ, મજબૂતીનું પરીક્ષણ, એમ બારુદગરે મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ પર ભાર આપતાં જણાવ્યું હતું.
www.buildingbricksindia.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button