GIIS અમદાવાદ દ્વારા શિક્ષક દિવસ પર કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિશેષ સંગીતમય કાર્યક્રમ મ્યુઝિક ફોર પીસનું આયોજન થયું
“શિક્ષક અનંતકાળને અસર કરે છે; તે ક્યારેય કહી શકતો નથી કે તેનો પ્રભાવ ક્યાં અટકશે."
હેનરી બ્રૂક્સ એડમ્સનું આ અવતરણ આપણા સમાજમાં શિક્ષકની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. દર વર્ષે, GIIS અમદાવાદમાં શિક્ષક દિવસની ઉજવણી એક ખાસ કાર્યક્રમ સાથે કરવાની પરંપરા છે.
ધ ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ (GIIS) અમદાવાદે ટીચર્સ ડે નિમિતે ‘મ્યુઝિક ફોર પીસ’ ના વિશેષ સંગીતમય કાર્યક્રમ દ્વારા સમ્માન આપીને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ‘મ્યુઝિક ફોર પીસ’ ઈવેન્ટનું આયોજન નાદ -નિકેત એકેડમી, ન્યુયોર્ક, યુએસએ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત ગાયકો માસૂમ અબ્દુલ હફીઝ, મહમૂદ હસન, મોહમ્મદ અરસલાન ખાને તેમના સુરીલા પરફોર્મન્સથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શિક્ષકોએ શ્લોક, ભજન, સૂફી સંગીત અને કેટલાક બોલિવૂડ ગીતોની વિવિધ પ્રસ્તુતિનો આનંદ માણ્યો. તબલા આઝમ અલી ખાને વગાડ્યું હતું, જ્યારે સારંગી જીવંત દંતકથા લિયાકત અલી ખાને વગાડ્યું હતું. આ ગાયકો અને વાદ્યવાદકો આપણને સ્વર્ગીય સંગીતની દુનિયામાં લઈ ગયા.
સારંગી વાદક શ્રી લિયાકત અલી ખાને મહાન લતા મંગેશકરને વિશેષ શ્રદ્ધાંજલિ આપી. 75મા આઝાદી કા અમૃત મહોત્સવના અવસર પર વોશિંગ્ટનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે તેવા મ્યુઝિક માસ્ટર્સ સાથે જોડાવું GIIS અમદાવાદ માટે ગર્વની ક્ષણ છે.
આ ખાસ દિવસે આખું વર્ષ બાળકોના સર્વાંગી વિકાસ માટે નિઃસ્વાર્થપણે કાર્ય કરતા તેમના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતા અવિસ્મરણીય યાદો બનાવવા અને વિશેષ બંધનને ઉજવવા એક સાથે આવે છે.
આ વિશેષ અવસર પર 12મી સુધીના વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા, પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવા માટે તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. આ દિવસને યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીઓએ ગીત ગાયા, નૃત્ય કર્યો,અભિનય કર્યો અને શિક્ષકો સાથે આ પળ નો આનંદ લીધો હતો. તેમના માતા-પિતાએ પોસ્ટર, ઈમેઈલ, કાર્ડ, અને વિડીયો મોકલીને શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.