Ganesh Utsav : ગણેશ ઉત્સવમાં રાત્રે 10 વાગ્યા સુધી માઈક વગાડવાની પરવાનગી
શહેરમાં ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ તેમજ સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો અમલ કરાવવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના આદેશથી શહેરભરના પોલીસ મથકોમાં ગણેશ ઉત્સવના આયોજકો સાથે બેઠકો યોજી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું જેમાં સવારે 6 થી રાત્રીના 10 સુધી માઇક વગાડવાની છૂટ આપવામાં આવી છે .
આગામી તારીખ 31 ઓગષ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવમાં કોઈપણ છમકલા ન થાય અને શાંતિપ્રિય વાતાવરણ વચ્ચે ઉત્સવ ઉજવાય તેવા હેતુથી પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે શહેરના પોલીસ મથકોમાં ગણેશ ઉત્સવના આયોજકો સાથે બેઠકો યોજી હતી તેમજ પોલીસ બંદોબસ્ત અને અસામાજિક તત્વો પર વોચ રાખવા અંગે આદેશો કરાયા હતા
તેમજ રાત્રીના 10 વાગ્યા સુધી જ માઈક વગાડવાની મંજુરી આપી હતી અને ઔધોગિક તેમજ રહેણાંક વિસ્તારોમાં કેટલી માત્રામાં અવાજ સાથે સીસ્ટમ વગાડી શકાય તે અંગે પણ સ્પષ્ટતા કરી હતી તેમજ તમામ પોલીસ સ્ટેશન મથકના પીઆઇ દ્વારા ગણપતિની મૂર્તિ સ્થાપના તેમજ વિસર્જન સરઘસો યોજવા અંગેની મંજુરી આપવા અંગે આગોતરું આયોજન કરવાનું રહેશે .