સુરત એકેડેમિક એસોસિયેશન દ્વારા રજત સાફલ્યાભિવાદન સમારોહ અને વાર્ષિક સાધારણ સભા-2022 નું ઑરો યુનિવર્સીટી ખાતે સમાપન
ગત રોજ તારીખ 15/04/2022 ને શુક્રવાર ના રોજ પ્રસિદ્ધ ઑરો યુનિવર્સીટી ખાતે સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા રજત શાફલય અભિવાદન સમારોહ અને વાર્ષિક સાધારણ સભા 2022 નું ખૂબ જ ઉલ્લાસ અને આનંદ સહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શુભ શરૂઆત વાર્ષિક સાધારણ સભાની કાર્યસૂચિ સાથે કરવામાં આવી હતી જેમાં વર્તમાન પ્રમુખશ્રી મુકેશ ભાઈ લાડ દ્વારા સર્વેને શબ્દો થી નવાજવામાં આવ્યા હતા.જેમાં પ્રમુખશ્રીએ સોને ધીરજ સહ કાર્યક્રમ માણવા માટે ઉદબોધન કર્યું હતું.
ત્યારબાદ વર્તમાન મંત્રીશ્રી હિતાર્થભાઈ મજીઠિયા દ્વારા વર્ષ 2021-22 માં સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલ કાર્યક્રમોને ગાગર માં સાગર રૂપી સૌને ઝાંખી કરાવવામાં આવી હતી.એકંદરે સમગ્ર વર્ષ માં સંખ્યામાં માપસર પણ ગુણવતા સભર કાર્યક્રમોનો અહેવાલ પોતાની આગવી શૈલી માં રજૂ કર્યો હતો.
કાર્યક્રમના અહેવાલ બાદ નામાના જાણકાર એવા શ્રી પ્રકાશભાઇ ગજ્જર દ્વારા સમગ્ર વર્ષના નાણાકીય લેખાજોખા રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં સર્વે સભ્યોએ વર્ષ 2021-22 ના નાણાકીય સરવૈયા ને સર્વાનુમતે બહાલી આપી મજૂર રાખ્યા હતા.
ત્યારબાદ છેલ્લા 31 કરતા પણ વધુ વર્ષોથી કાર્યરત,બિનરાજકીય,કોઈ પણ જાતના ભેદભાવ વગર અને બંધારણ વગર ચાલતા એસોસિયેશની વર્ષ 2022-23 માટે કારોબારી કમિટીની ઘોષણા એસોસિયેશન ના વરિષ્ઠ અને દુરોગામી એક્ઝેક્યુટિવ સભ્યશ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાળા દ્વારા કરવામાં આવી હતી
જેમાં પ્રમુખશ્રી તરીકે વિરલ કલાસીસ ના સુકાની એવા શ્રી વિરલભાઈ શાહ અને સ્કોલર કલાસીસ ના સંચાલકશ્રી શૈલેષભાઇ કાપડીયાની મંત્રી તરીકે નિયુક્તિ ની સાથે સાથે ઉપપ્રમુખશ્રીઓ,સહમત્રીશ્રીઓ,સંગઠન મંત્રીશ્રીઓ,ખજાનચી,ઓડિટર તેમજ ઝોન અનુસાર એરીયા સેક્રેટરીશ્રીઓ ની જાહેરાત કરવામાં આવી હતી .જે સર્વાનુમતે મંજુર કર્યું હતું.
ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખશ્રીએ આગામી વર્ષમાં પોતાના કાર્યકાલ દરમિયાન પોતાનું ભાવિ વિઝન રજૂ કર્યું હતું જેમાં મોટાભાગના કાર્યક્રમો સહપરિવાર થાય અને સંચાલક શ્રીઓ ના ધર્મ પત્નીઓનું પણ સન્માન કરવામાં આવે તેવો કાર્યક્રમ યોજવા વિશે પણ પ્રકાશ પડ્યો હતો.સૌ સભ્યોએ વિરલભાઈ ના વિરલ વિઝનને તાળીઓના પ્રતિસાદ સાથે વધાવ્યો હતો.
ત્યારબાદ સમગ્ર કાર્યક્રમમાં જેઓએ ખભેખભો મિલાવી એસોસિયેશન ને હર હંમેશ આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે એવા સર્વે સૌજન્ય મિત્રોનું અભિવાદન કર્યું હતું.ત્યારબાદ ઑરો યુનિવર્સીટી અને રેડ એન્ડ વ્હાઇટ મલ્ટી મીડિયા ના પ્રતિનિધિઓ અનુક્રમે ડો.પ્રીતેશ શુકલા અને પાર્થ શયાની દ્વારા ભાવિ સમયમાં વિદ્યાર્થીઓ માટે કરિયરની તકો અને તેમાં સંચાલકો ની ભૂમિકા ઉપર અસરકાર અને સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કાર્યક્રમનો દ્વિતીય હિસ્સો એટલે ખાનગી કલાસીસ ક્ષેત્રે જે સંચાલક મિત્રોએ 25 કરતા વધુ વર્ષ પૂર્ણ કર્યા છે તેઓના સન્માન નો કાર્યક્રમ એટલે રજત સાફલય અભિવાદન સમારોહ-2.આ કાર્યક્રમની શુભ શરૂઆત કાર્યક્રમના અધ્યક્ષ અને ઑરો યુનિવર્સીટી ના ડિન એવા ડો. રોહિત સિંહ,કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ લાયન રાજકુમાર આભાની સર, તેમજ અમરશી ભાઈ ગોપાણી,વર્તમાન અને નવનિયુક્ત પ્રમુખશ્રી,મંત્રીશ્રી તથા સર્વે મંચસ્થ મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રજ્વલન કરી કરવમાં આવી હતી.
આ કાર્યક્રમમાં કુલ 34 જેટલા સંચાલક મિત્રોનું ત્રણ તબક્કા માં અભિવાદન કરવામાં આવ્યું હતું.આ અભિવાદન પ્રસંગે દિલીપભાઈ બુહા,નીરજ ભાઈ શાહ,પરેશભાઈ અંકલેશ્વરીયા તથા ભરતભાઇ વગેરેએ પ્રતિનિધિ રૂપે પોતાની લાગણી અને એસોસિયેશન પ્રત્યેનો ઋણ સ્વીકાર કર્યો હતો.
સાથે સાથે લા.રાજકુમાર આભાની સર અને કાર્યક્રમના અધ્યક્ષ ડો.રોહિત સિંહ દ્વારા ઉજ્જવળ ભાવિ કેડી કંડારવામાં સંચાલકો અને શિક્ષકો ના ભાગીરથ યોગદાન અંગે પોતાનો ભાવ વ્યક્ત કરતા સર્વે કલાસીસ સંચાલકો અને એસોસિયેશનની કામગીરીને બિરદાવી હતી.
સાથે સાથે એસોસિયેશનના વરિષ્ઠ એક્ઝેક્યુટિવ સભ્યશ્રી એવા નટવરલાલ કારીયા સર આગામી 17 તારીખ ના રોજ અમેરિકા જવાના હોય તેમની સફળ યાત્રા માટે વર્તમાન પ્રમુખશ્રી તથા સર્વે સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું અસરકારક અને રસાળ શૈલી માં સ્ટેજ સંચાલન નવનિતભાઈ ગોપાણી અને તુષારભાઈ લાડ દ્વારા કરવામાં આવ્યું હતું.અંતમાં વર્તમાન પ્રમુખશ્રી મુકેશભાઇ લાડ અને મંત્રીશ્રી સર્વે એક્ઝેક્યુટિવ સભ્યો,કારોબારી સભ્યો, એરીયા સેક્રેટરીશ્રીઓ અને વિશેષ સંજયભાઈ સાદડીવાળા અને નિરજભાઈ શાહ નો સમગ્ર વર્ષ દરમિયાન મળેલ અભૂતપૂર્વ સહકાર વ્યક્ત કરતા ભાવુક થયાં હતાં.અને બને પરમ સ્નેહીશ્રીનું અભિવાદન પણ કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માનનીય ચુડાવાળા સર,કારીયા સર,પ્રકાશભાઈ ગજ્જર,દિલીભાઈ બુહા,સ્થાપક પ્રમુખશ્રી યશવંતભાઈ વ્યાસ,મુકેશભાઈ દાણેજ,કમલેશભાઈ આસમાની,નિરજભાઈ શાહ,ભાલ ચંદ્ર દેશપાડે,પરેશભાઈ અંકલેશ્વરીયા,નવનિતભાઈ ગોપાણી વગેરે એક્ઝેક્યુટિવ સભ્યો એ સમયસર ઉપસ્થિત રહીને દિશા નિર્દેશ સાથે ભારે જહેમત ઉઠાવી હતી.
સાથે જ સર્વે ઉપપ્રમુખશ્રીઓ,સહ મંત્રીશ્રીઓ,સંગઠન મંત્રીશ્રીઓ,એરીયા સેક્રેટરીશ્રીઓ તથા સર્વે કારોબારી સભ્યો માંથી મોટાભાગ ના સભ્યો પણ સમયસર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.