ગુજરાતબિઝનેસ

અદાણી ફાઉન્ડેશન દ્વારા લખીગામ પંચાયતને ‘રોડ વેક્યૂમ સ્વીપર મશીન’ અર્પણ

સ્થાનિક માળખાકીય સુવિધાઓ અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવા CER અંતર્ગત સરાહનીય પહેલ

દહેજ, ભરૂચ: ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના ઉદ્દેશથી, અદાણી સિમેન્ટની ‘કોર્પોરેટ પર્યાવરણ જવાબદારી’ (CER) પહેલ હેઠળ અદાણી ફાઉન્ડેશન દ્વારા લખીગામ ગ્રામ પંચાયતને અદ્યતન ‘ટ્રક માઉન્ટેડ રોડ વેક્યૂમ સ્વીપર મશીન’ ભેટ આપવામાં આવ્યું છે.

આ આધુનિક મશીનનું વિધિવત્ લોકાર્પણ અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર અતુલ ગોર, અદાણી દહેજ પોર્ટના સીઓઓ કેપ્ટન ધરમ પ્રકાશ, વાગરાના તાલુકા વિકાસ અધિકારી (TDO) વૈશાલી રાવ, લખીગામના સરપંચ અમરસંગભાઈ રાઠોડ તથા ઉપસરપંચ સતીશભાઈ ગોહિલના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, “ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ વિકાસ અને પર્યાવરણ સુરક્ષા માટે અદાણી ફાઉન્ડેશન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે મળીને સતત કાર્યરત છે.” જ્યારે કેપ્ટન ધરમ પ્રકાશે આ આધુનિક મશીનનો સુચારુ ઉપયોગ કરી ગામને વધુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મશીનની મદદથી ગામના મુખ્ય માર્ગોની સફાઈ વધુ ઝડપી, સરળ અને સુવ્યવસ્થિત બનશે.

આ પ્રસંગે તલાટી-કમ-મંત્રી ઓમકારસિંહ રાણા, તાલુકા પંચાયત સભ્ય કાંતિભાઈ રાઠોડ, દહેજ પોર્ટ તથા અદાણી ફાઉન્ડેશનના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ યોગદાન બદલ અદાણી પોર્ટ, અદાણી સિમેન્ટ અને અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ ગ્રામીણ વિકાસ માટે સંયુક્ત પ્રયાસો ચાલુ રાખવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પહેલ લખીગામ માટે સ્વચ્છતા વ્યવસ્થાના આધુનિકીકરણ અને સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button