કોટક, નિપ્પોન, ટાટા સહિતના દિગ્ગજો અદાણી પાવરના ડોમેસ્ટિક બોન્ડ ખરીદવા ભારે ઉત્સાહિત

ભારતના ટોચના મ્યુચ્યુઅલ ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારોમાં અદાણી ગ્રુપ દ્વારા જાહેર થયેલા એની કંપની અદાણી પાવરના સૌથી મોટા ડોમેસ્ટિક બોન્ડના ઇશ્યૂને ખરીદવા માટે ભારે ઉત્સાહ દેખાયો છે. મોટા રોકાણકારોમાં કોટક (Kotak), નિપ્પોન (Nippon), ટાટા (Tata), ઇન્વેસ્કો (Invesco), ICICI અને એક્સિસ (Axis) જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ વિશાળ માંગ દર્શાવે છે કે બજારના વર્તમાન ઉતાર-ચઢાવ છતાં રોકાણકારોનો અદાણી ગ્રુપના વ્યવસાયના ફન્ડામેન્ટલમાં અતૂટ વિશ્વાસ જળવાયેલો છે.
એક અગ્રણી રોકાણકારે જણાવ્યું હતું કે, “કંપનીનો વ્યવસાય પાયાથી મજબૂત છે અને તાજેતરના કાનૂની પડકારોની કામગીરી પર તેની કોઈ અસર થઈ નથી.” અન્ય એક રોકાણકારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અદાણી પાવરનુ સંકલિત બિઝનેસ મોડલ, વિસ્તરણ યોજનાઓ અને અન્ય કંપનીઓની સરખામણીએ ચુસ્ત બેલેન્સ શીટ તેના પર વિશ્વાસ કરવાનું મુખ્ય કારણ છે.
અદાણી પાવરની મજબૂત સ્થિતિ અને ભાવિ યોજનાઓ
• અદાણી પાવર, ગ્રુપની થર્મલ પાવર શાખા, હાલમાં 18 GW (ગિગાવોટ) ઓપરેટિંગ ક્ષમતા ધરાવે છે અને નાણાકીય વર્ષ 2032 સુધીમાં તેને વધારીને 42 GW કરવાની મહત્વાકાંક્ષી યોજના છે.
• કંપનીનો નેટ ડેટ-ટુ-EBITDA (EBITDA ની સામે ચોખ્ખું દેવું) રેશિયો લગભગ 1.6x છે, જે NTPC, JSW Energy અને Tata Power જેવી અન્ય પાવર કંપનીઓના 4-5x ના રેશિયો કરતા ઘણો ઓછો છે.
• નિષ્ણાંતોનું અનુમાન છે કે આગામી પાંચ વર્ષમાં અદાણી પાવરનો ઓપરેટિંગ પ્રોફિટ (EBITDA) ત્રણ ગણાથી વધુ વૃદ્ધિ પામી શકે છે. હાલના આશરે ₹21,000 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2030 સુધીમાં તે ₹75,000 કરોડ થવાનો અંદાજ છે, જે ક્ષમતા વધારા અને કાર્યક્ષમતા લાભો દ્વારા સંચાલિત છે.
વૈશ્વિક રેટિંગ એજન્સીઓ મૂડીઝ (Moody’s) અને ફિચ (Fitch) એ અગાઉ અદાણી ગ્રુપની વિવિધ કંપનીઓ પરના તેમના આઉટલૂકને સુધારી ‘સ્થિર’ (Stable) કર્યો હતો. તેઓએ નોંધ્યું હતું કે યુએસમાં ચાલી રહેલી તપાસની તાત્કાલિક અસર મર્યાદિત છે. ફિચે નવેમ્બરમાં જણાવ્યું હતું કે તપાસ સંબંધિત જોખમો ટૂંકા ગાળામાં “વ્યવસ્થાપન” (manageable) છે. આ હકારાત્મક સંકેતોએ પણ રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.


