
સુરતઃ જીઓજી – એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને સુરત મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી સુરતના એસઆરકે હોલ ખાતે “એક્ઝિમ કોન્ક્લેવ ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આઉટરીચ પાર્ટનર્સ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI) અને વાધવાની ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલ એક્ઝિમ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય “વીવિંગ ડ્રીમ્સ, પોલિશિંગ બ્રિલિયન્સ: સુરત’સ રાઇઝ એઝ અ ગ્લોબલ હબ ઓફ ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ ટ્રેડ” (સપનાઓનું વણાટ, તેજસ્વીતાનો નિખાર: કાપડ, રત્ન અને વ્યાપારના વૈશ્વિક હબ તરીકે સુરતનો ઉદય) થીમ પર ઊંડાણપૂર્વકની ચર્ચા માટે મંચ પૂરો પાડવાનો હતો.
ઉન્મેશ દીક્ષિત (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન); નિખિલ મદ્રાસી (પ્રેસિડેન્ટ, SGCCI) અને નીતિન કે. ઓઝા (પ્રેસિડેન્ટ, સુરત મેનેજમેન્ટ એસોસિએશન અને મેનેજિંગ ડિરેક્ટર, સુરત પ્રેસ્ટેક પ્રાઈવેટ લિમિટેડ)એ સ્વાગત પ્રવચન આપ્યું હતું.
ઉદ્ઘાટન સત્રમાં અતિથિ વિશેષ તરીકે અભિમન્યુ શર્મા (જોઈન્ટ ડિરેક્ટર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ) અને આઈપીએસ ડૉ. પન્ના મોમાયા (ડીસીપી ટ્રાફિક) ઉપસ્થિત રહ્યા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ (આઈએએસ)એ મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.
ધ્રુવલ ધોળકિયા (ઉદ્યોગસાહસિક – ઓપરેશન્સ એન્ડ પ્રોક્યોરમેન્ટ, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. – એસઆરકે) અને ડૉ. દિનેશ જે. ધાનકાણી (ચેરમેન, રીગન ફેશન્સ પ્રા. લિ. અને લિબર્ટી સિલ્ક મિલ્સ)એ “ધ નેક્સ્ટ સ્ટિચ: સ્ટ્રેન્ધનિંગ સુરત ટેક્સટાઇલ એન્ડ ડાયમંડ એક્સપોર્ટ” વિષય પર પેનલ ડિસ્કશનને સંબોધિત કર્યું હતું અને ડૉ. અનિલ સારાઓગી (એડવોકેટ અને રજિસ્ટર્ડ પેટન્ટ એજન્ટ, સારાઓગી પેટન્ટ/લીગલ એન્ડ આઈપીઆર સર્વિસીસ)એ આ ચર્ચાનું સંચાલન કર્યું હતું.
સરકારી નીતિઓ અંગેના વિશેષ સત્રમાં જે.બી. દવે (જનરલ મેનેજર, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર, ગુજરાત સરકાર)એ “એક્સપાન્ડિંગ સુરત ટેક્સટાઇલ હોરાઇઝન્સ: ગવર્મેન્ટ પોલિસીસ એન્ડ ટ્રેડ પાથવેઝ ટુ ગ્લોબલ માર્કેટ્સ” વિષય પર સંબોધન કર્યું હતું.
વૈશલ શાહ (સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, ઈન્ડિયા એક્ઝિમ ફિનસર્વ IFSC પ્રાઈવેટ લિમિટેડ) એ “થ્રેડ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી: એક્સપાન્ડિંગ ઈન્ડિયાઝ ટેક્સટાઇલ ફૂટપ્રિન્ટ ઇન ઇમર્જિંગ ગ્લોબલ માર્કેટ્સ” વિષય પરના વિશેષ સત્રને સંબોધિત કર્યું હતું.
ડૉ. ભૂમિ રાજ્યગુરુ (જોઈન્ટ ડિરેક્ટર, NABL, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) એ “ક્વોલિટી ફોર ગ્લોબલ કોમ્પિટિટિવનેસ: ધ સુરત મોડલ ઇન ટેક્સટાઇલ એન્ડ ડાયમન્ડ્સ” વિષય પરના વિશેષ સત્રને સંબોધિત કર્યું હતું.
ડૉ. પરાગ સંઘાણી (પ્રોવોસ્ટ, પી. પી. સવાણી યુનિવર્સિટી, સુરત) અને ડૉ. હિતેશ ભાટિયા (પ્રોફેસર અને ડીન, નવરચના યુનિવર્સિટી) એ “ફ્રોમ કેમ્પસ ઇનોવેટર્સ ટુ ગ્લોબલ આંત્રપ્રિન્યોર્સ: બિલ્ડિંગ ધ એક્ઝિમ લીડર્સ ઓફ ધ ફ્યુચર” વિષય પર પેનલ ડિસ્કશન કર્યું હતું અને શ્રી કેદાર પંડયા (વાઇસ પ્રેસિડેન્ટ, વાધવાણી ફાઉન્ડેશન)એ આ ડિસ્કશનનું સંચાલન કર્યું હતું.



