સેમસંગ દ્વારા ભારતમાં 30 વર્ષની ઉજવણી કરવા સાથે નવું ઈનોવેશન વિઝન રજૂ

ગુરુગ્રામ, ભારત, 17 ડિસેમ્બર, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા નવું વ્યૂહાત્મક વિઝન #PoweringInnovationforIndia રજૂ કરવામાં આવ્યું છે, જે લોકાભિમુખ ઈનોવેશન, ભારતીય ટેલેન્ટ અને ભારત પ્રેરિત પ્રોડક્ટ વિકાસને દેશની વૃદ્ધિના તેના આગામી તબક્કાના હાર્દમાં મૂકે છે.
ભારતમાં કામગીરીનાં 30 વર્ષ પૂરાં કર્યાં તે નિમિત્તે સેમસંગે જણાવ્યું કે નવું વિઝન ભારતના ડિજિટલ પરિવર્તન, મેક ઈન ઈન્ડિયા ઉત્પાદન મહત્ત્વાકાંક્ષા અને ઈનોવેશન પ્રેરિત આર્થિક વૃદ્ધિમાં દીર્ઘ સ્થાયી ભાગીદાર તરીકે ફરી એક વાર ભાર આપે છે. 1995માં ભારતમાં પ્રવેશ કર્યો ત્યારથી સેમસંગે હોમ એન્ટરટેઈનમેન્ટમાં વ્યાખ્યા કરતા ટેલિવિઝન રજૂ કરવાથી નોઈડામાં દુનિયાના સૌથી વિશાળ મોબાઈલ ઉત્પાદન એકમમાંથી એક સ્થાપિત કરવા સુધી અને તેની વૈશ્વિક ઈકોસિસ્ટમને હવે શક્તિ આપતા ભારત નિર્મિત ઈનોવેશન્સ પ્રેરિત કરવા સુધી વિસ્તરણ કર્યું છે.
રૂ. 1.11 લાખ કરોડની મહેસૂલ સાથે સેમસંગ અસલ પરિપૂર્ણ એઆઈ ઈકોસિસ્ટમ સાથેની ભારતમાં એકમાત્ર બ્રાન્ડ છે, જે ગેલેક્સી એઆઈ (સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ, વેરેબલ્સ), બીસ્પોક એઆઈ (રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ અને એસી) અને વિઝન એઆઈ (ટેલિવિઝન અને સ્માર્ટ મોનિટર્સ) સ્માર્ટથિંગ્સ થકી એકત્ર લાવે છે.
“1995માં ભારતમાં અમારું પ્રથમ ટીવી વેચાયું ત્યારે ઉદારીકરણ નવી શક્યતાઓ ઉજાગર કરતું હતું, જે પછી આજે ભારત માટે સૌથી વિશ્વસનીય ટેકનોલોજી ભાગીદાર બનવા સુધી સેમસંગનો પ્રવાસ ભારતના આત્મવિશ્વાસ, ક્રિયેટિવિટી અને અમર્યાદિત મહત્ત્વાકાંક્ષાથી આકારબદ્ધ છે. અમારાં સ્માર્ટફોન્સ, ટીવી, ડિજિટલ એપ્લાયન્સીસ અને સહજ કનેક્ટેડ ઈકોસિસ્ટમ સુધી ભારતીય ઘરોમાં સૌથી વહાલી અને વ્યાપક અપનાવવામાં આવતી બ્રાન્ડ તરીકે અમે લાખ્ખો ભારતીય પરિવારો માટે રોજબરોજનું જીવન બહેતર બનાવવામાં ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
યુવા ભારતીયો સંરક્ષિત, જ્ઞાનાકાર અને હંમેશાં ઉત્ક્રાંતિ પામતી ટેકનોલોજીની અપેક્ષા રાખે છે અને અમે તેમને માટે પર્સનલાઈઝ્ડ ઈનોવેશન્સ પ્રદાન કરવા માટે કટિબદ્ધ છીએ. અમે માનીએ છીએ કે અર્થપૂર્ણ વૈશ્વિક ઈનોવેશન ભારત દ્વારા પ્રેરિત થશે, જ્યાં સ્માર્ટ હોમ્સ, કનેક્ટેડ લિવિંગ અને ઈન્ટેલિજન્સ ડિવાઈસીસનું ભવિષ્ય ઝડપથી એઆઈ સાથે આકારબદ્ધ થઈ રહ્યું છે, જે ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાને સમજે છે. અમે વિકસિત ભારત માટે ભારત સરકાર સાથે નિકટતાથી કામ કરીને ડિજિટલી સશક્ત રાષ્ટ્ર નિર્માણ કરવાનું ચાલુ રાખીશં, જ્યાં ઈનોવેશન સમાવેશક પ્રગતિ અને સહ- સમૃદ્ધિને ઈંધણ આપી શકે છે. અમારું વિઝન સ્પષ્ટ છેઃ અહીં એવી આધુનિક ટેકનોલોજીઓ નિર્માણ કરવી જે દુનિયા જે રીતે જીવે, કામ કરે અને આવતીકાલ સાથે કનેક્ટ કરે તેને આકાર આપવાનું છે,” એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના એમડી અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું.



