નિસાન મોટર ઇન્ડિયાએ ‘નિસાન લિટલ ચેમ્પ્સ’ સાથે બાળ દિવસ ઉજવ્યો
10 થી 15 વર્ષના બાળકોને મળ્યો ઈમર્શિવ અને હેન્ડ્સ-ઓન અનુભવ

નવી દિલ્હી, 15 નવેમ્બર 2025: બાળ દિવસના અવસરે નિસાન મોટર ઇન્ડિયાએ દેશભરમાં ‘નિસાન લિટલ ચેમ્પ્સ’ નામની અનોખી રાષ્ટ્રવ્યાપી પહેલનું આયોજન કર્યું. સમગ્ર ભારતમાં નિસાન સર્વિસ સેન્ટર્સ પર આ આંતરક્રિયાત્મક, શૈક્ષણિક અને મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હાલના નિસાન ગ્રાહકોના બાળકો જોડાયા અને તેમને ઓટોમોબાઇલની દુનિયા અંદરથી જોવા તેમજ કાર વિશે સરળ અને રસપ્રદ રીતે જાણવાની તક મળી.
આ આયોજનનો હેતુ ઉત્સુકતાને પ્રોત્સાહિત કરવાનો અને ઓટોમોટિવ જગત પ્રત્યે રસ ધરાવતી આગામી પેઢીને પ્રેરિત કરવાનો હતો. જેમાં દેશભરના નિસાન પરિવારના ૧૩૦૪ બાળકોએ ભાગ લીધો હતો. ખાસ કરીને 10 થી 15 વર્ષના બાળકો માટે આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પહેલ અંગે નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સે જણાવ્યું હતું કે, “નિસાનમાં અમે બાળપણથી જ ઉત્સુકતા અને શીખવાની ભાવનાને પ્રોત્સાહન આપવામાં માનીએ છીએ. આ જ બાળકો ભવિષ્યનું નિર્માણ કરશે. અમારી વિવિધ ડીલરશિપ પર ‘નિસાન લિટલ ચેમ્પ્સ’ પહેલ ખાસ કરીને એ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવાઈ હતી, જેઓ કાર પ્રત્યે વિશેષ ઉત્સાહ ધરાવે છે. આ પહેલ દ્વારા તેમને અમારી શોરૂમ અને વર્કશોપ ટીમના માર્ગદર્શન હેઠળ સલામત અને હેન્ડ્સ-ઓન અનુભવ સાથે નિસાન કારોની દુનિયા નજીકથી જોવાનો મોકો મળ્યો. બાળ દિવસ ઉજવવા અને બાળકો માટે તેને ખાસ બનાવવા માટે અમે આ રીત અપનાવી. આથી આનંદ સાથે અનુભવ આધારિત શિક્ષણ મળે છે અને નિસાન પરિવારો સાથેનું જોડાણ વધુ ગાઢ બન્યું.”



