એજ્યુકેશન
ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ માં વંદે માતરમ ગીત ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી

સુરતઃ વંદે માતરમ ગીત ના 150 વર્ષ પૂરા થવાની નિમિત્તે ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ,વિનસ હોસ્પીટલ માં એક વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ , ફેકલ્ટી અને સ્ટુડન્ટ સર્વ જનો એ વંદે માતરમ ગાયુ. કાર્યક્રમ દરમિયાન પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓને દેશભક્તિ, એકતા અને સામાજિક જવાબદારી વિશે પ્રેરણા આપવામાં આવી. તમામ હાજર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા ગીત ગાયને રાષ્ટ્ર પ્રેમનો ભાવ ઉજાગર કર્યો.



