અદાણી ફાઉન્ડેશનના “ફોર્ચ્યુન સુપોષણ” પ્રોજેક્ટ દ્વારા ઉમરપાડામાં રાષ્ટ્રીય પોષણ માસ ઉજવાયો

ઉમરપાડા : અદાણી ફાઉન્ડેશનની ટીમ અને સુપોષણ સંગિનીઓના સંયુક્ત આયોજન હેઠળ ઉમરપાડા તાલુકા ના ૬૮ જેટલા ગામોમાં 1 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર-2025 સમગ્ર માસ દરમિયાન “રાષ્ટ્રીય પોષણ માસ” ઉત્સાહભેર ઉજવાયો. ઉમરપાડા તાલુકા માં એપ્રિલ ૨૦૨૪થી પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ ની શરૂઆત કરવામાં આવી છે જે સરકારના આઈ.સી.ડી.એસ. વિભાગ સાથે મળી ને કુપોષણના પ્રમાણને ઘટાડવા માટેના સામૂહિક પ્રયત્નો કરી રહ્યા છે.
સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન સમુદાય સ્તરે અદાણી ફોઉન્ડેશનની ટીમ અને સુપોષણ સંગીની બહેનો દ્વારા પોષણ જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવા માં આવી હતી. પોષણ થાળી બનાવવાની સ્પર્ધા, કુટુંબ સલાહ પરામર્શ, જૂથ ચર્ચા, સ્લોગન લખાણ, હેલ્ધી બેબી સ્પર્ધા, ICDS વિભાગ સાથે સંયુક્ત રેસિપી સ્પર્ધા, પોષણ રેલી, બ્લોક લેવલ ઇવેન્ટ્સ તથા કિશોરીઓ અને કિશોરો માટે પોષણ જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
આ કાર્યક્રમો દ્વારા સમુદાયમાં પોષણ યુક્ત સમતોલ આહાર, માતા-શિશુ આરોગ્ય તેમજ સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો. ખાસ કરીને સગર્ભા અને ધાત્રી મહિલા, બાળકો, કિશોરીઓ અને યુવાનોમાં પોષણ અંગેની સમજ વધારવા સુપોષણ સંગિનીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આંગણવાડી કાર્યકર્તાઓ, આશા કાર્યકર્તાઓ તથા સ્થાનિક PRI સભ્યોના સહયોગથી આ ઉજવણી ને સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી હતી.