સુરતની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતની પ્રથમ રોબોટિક અને ઇ- ટેકનોલોજી સ્કૂલમાં સ્થાન પામી

સુરતની અડાજણ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષે જ્યારે એડમિશન શરૂ થયા છે ત્યારે શાળાએ લોકોને ટેકનોલોજી થી અવગત કરવા માટે શાળાની અંદર રોબોટિક તેમજ ઈ- સોફ્ટવેર દ્વારા એડમિશન પ્રોસેસ શરૂ કરી છે.
આ ઉપરાંત શાળા માં બાળકો, વિદ્યાર્થી અને વાલીઓ માટે પણ “યુનિટ્રીરી જીઓ -2 એડયુ પ્લસ” રોબોટીક સિસ્ટમથી ખૂબ ઝડપથી કાર્ય થાય તેથી પર્યાવરણને પણ બચાવી શકાય અને પેપર લેસ કામ થાય એ હેતુથી શાળામાં રોબોટ દ્વારા કાર્ય કરવામાં આવે છે.
વાલીઓ અને મહેમાન દ્વારા આ રોબોટની મદદથી વિવિધ લેબ,ઓફિસ ફી-કાઉન્ટર ની મુલાકાત કરવામાં આવે છે. જેથી કરીને માનવ સમય બચાવી શકાય છે અને સારી રીતે મુલાકાત કરાવી શકાય છે તેમજ વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા પુછાયેલા તમામ પ્રશ્નોનો ઉત્તર સામે આપે છે જેથી માહિતી સમયસર મળે છે ભવિષ્યમાં પણ શાળા આવા હ્યુમન-રોબોટિક યંત્રો ની મદદ થી શાળા ખુબ સારુ કાર્ય કરશે એવું તેમણે જણાવ્યું હતું.



