સુરત

મોરા રૂટની- ૨ અને હજીરા રૂટની- ૧ નવી એસ.ટી. નવીન બસો ફાળવવામાં  આવી

નવીન બસો ફાળવવામાં આવતા ગ્રામજનોને સુવિધાયુક્ત અને સલામત એસ.ટી.સેવા મળશે : ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ

સુરત: રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીને સફળ રજૂઆત બાદ ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ મોરા ગામે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ફાળવવામાં આવેલી મોરા રૂટની- ૨ અને હજીરા રૂટની- ૧ નવીન બસોને ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી જનતાને સેવામાં પ્રસ્થાન કરાવી હતી. આ રૂટ પર નવીન બસો ફાળવવામાં આવતા ગ્રામજનો સુવિધાયુક્ત અને સલામત મુસાફરી કરી શકશે.

આ પ્રસંગે તા. પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ, અગ્રણીઓ કિશનભાઈ પટેલ, હાર્દિકભાઈ પટેલ, સરપંચો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button