સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ મળી સફળતા
સી એમ એ ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર

સુરતઃ ધી ઇન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જુન 2025 માં લેવાયેલી સી એમ એ ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. પરીક્ષામાં સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ ફરી એકવાર સારા પરિણામ સાથે પાસ થયા છે. સિમ્પલી શિક્ષા ક્લાસમાં થી મિહિર પટેલ એ સી એમ એ ફાઇનલમાં 800 માંથી 481 અંક પ્રાપ્ત કર્યા છે. આર્યા શાહના 800 માંથી 448 અને હરશ ભુરા ના 800 માંથી 423 અંક આવ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષ પણ સિમ્પલી શિક્ષાનું પરિણામ રાષ્ટ્ર કક્ષાના પરિણામ કરતાં સારું રહ્યું હતું. સિમ્પલી શિક્ષણ માંથી ૧૩ વિદ્યાર્થીઓ સી એમ એ થયા છે. ફાઇનલમાં સિમ્પ્લી શિક્ષાનો 55% પરિણામ રહ્યું હતું. જ્યારે ઇન્ટર મીડિયેટ માં 45% સિમ્પલી શિક્ષા સતત સી એમ એ માં સારું પરિણામ આપી રહી છે. અને છેલ્લા સાત વર્ષમાં 40 જેટલા ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે.
સિમ્પલી શિક્ષા એકલું સી એમ એ નું કોચિંગ કરાવતી હોવાથી સતત આટલું સારું પરિણામ આવે છે. સિમ્પલી શિક્ષા શિક્ષકોને Taxmann publication સાથે પોતાની બુક્સ પબ્લિશ કરી છે જે વિદ્યાર્થીઓ ને ઘણી મદદરૂપ થાય છે. અને આ વર્ષથી સી એમ એ ફાઇનલની પણ બધા વિષયોની બુક્સ પબ્લિશ થવાની છે. આનો અસર આવનાર પરિણામમાં ચોક્કસ પણે દેખાશે. તરુણ અગ્રવાલે પાસ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.