એજ્યુકેશન

ટી એમ પટેલ સ્કૂલના વિદ્યાર્થીએ પોતાની જાતે મન મોહી લે એવું પરફ્યુમ બનાવ્યુ 

સુરત: શહેરની ખ્યાતનામ એવી ટી એમ પટેલ સ્કૂલ દર વખતે પોતાના વિદ્યાર્થીઓને નવી કલા અને કંઈક નવું શીખવાડવા માટે હંમેશા ખ્યાતિ ધરાવે છે. આવા જ એક કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થી એ મન મોહી લે એવું પરફ્યુમ પોતાની જાતે તૈયાર કરીને સૌકોઈને ચોંકાવી દીધા હતા અને પરફ્યુમ ની સુગંધ એકદમ અલગ જ તરી આવી હતી.

બાળકોમાં ક્રિયેટિવિટી માટે નિતનવા કાર્યક્રમો આયોજિત કરે છે, ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.5માં અભ્યાસ કરતા હૃદયાંશ ચેવલી એ પોતાની આવડત અને સ્કૂલના એક્સપર્ટ ટીચર્સના માર્ગદર્શનમાં વિવિધ ઓઇલ્સ અને ફ્રેગ્નન્સ દ્વારા એક નવા જ પ્રકારનું પરફ્યુમ તૈયાર કર્યું હતું.આ ઇનોવેશન કરીને હૃદયાંશ એ પોતાની કલા અને સ્કૂલ દ્વારા બાળકોને કઈ રીતે મોટીવેટ અને સપોર્ટ કરવામાં આવે છે તેનું ઉદાહરણ મળી રહે છે. ભવિષ્યમાં પણ હૃદયાંશ આવા જ ઇનોવેશન કરતો રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button