એજ્યુકેશન
અર્ચના વિદ્યાનિકેતનના શિક્ષક ગુલાબ વસંત બૈસાનેને પીએચ.ડી.ની ઉપાધિ
યુવાનોના જીવન સંતોષ અને એકલતા વિષય પર કર્યું સંશોધન

સુરત: અર્ચના વિદ્યાનિકેતન, વારાછા, સુરત દ્વારા સંચાલિત ઉચ્ચતર માધ્યમિક વિભાગ (આર્ટ્સ અને કોમર્સ)માં સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા ગુલાબ વસંત બૈસાને એ મનોઃવિજ્ઞાન વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે અને સંસ્થા તેમજ શહેરનું ગૌરવ વધાર્યું છે।
શ્રીએ “To Study the Life Satisfaction, Perceived Loneliness Among Fatty and Lower Weight Youths” વિષય પર સંશોધન કર્યું હતું. આ સંશોધન ડૉ. યુવરાજ ગહેરાવ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને તેઓને આ પદવી ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, છત્રપતિ સંભાજીનગર (મહારાષ્ટ્ર) દ્વારા આપવામાં આવી છે।
આ સિદ્ધિ બદલ નિકેતન પરિવાર તરફથી તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે।