સુરત
સુરત શહેરમાં આજે 1678 કેસ નોંધાયા
સૌથી વધુ કેસ રાંદેર વોર્ડમાં 392 કેસ અને અઠવા ઝોનમાં 382 કેસ નોંધાયા
આજે સુરત શહેરમાં 1678 કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ રાંદેર વોર્ડમાં 392 કેસ અને અઠવા ઝોનમાં 382 કેસ નોંધાયા છે.આજે શહેરમાં કોરોનાથી 360 લોકો ડિસ્ચાર્જ થયા છે. તેમજ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. હાલમાં સુરતમાં 8262 એક્ટિવ કેસ છે. જેની સામે 153 જેટલાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આજે 114 કેસ નોંધાયા છે અને 12 લોકોને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા પરંતુ આજે એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.
સોમવારે રાંદેર ઝોનમાં કોરોનાના સૌથી વધુ 392 કેસ સામે આવ્યા છે. જ્યારે અઠવા ઝોનમાં 382 કેસ સામે આવ્યા હતા.સેન્ટ્રલ ઝોનમાં 110, વરાછા એ ઝોનમાં 120,વરાછા બી ઝોનમાં 72, કતારગામમાં 167, લીંબાયતમાં 248 જ્યારે ઉધના ઝોનમાં 188 કેસ સામે આવ્યા હતા