ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 10માં ઉત્કૃષ્ટ પરિણામ

સુરત : અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામ સાથે સફળતાનો ડંકો ગુંજવી દીધો જેમાં છેલ્લા ૭ વર્ષની જેમ આ વર્ષે પણ ધ રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલએ અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ 𝐀𝟏 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ રહ્યું છે.
જેમાં A1 માં 52 અને A2 માં 71 વિદ્યાર્થીએ ગ્રેડ મેળવ્યો છે. સાથે સાથે સતત બીજા વર્ષે પણ 100% પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે. કુલ 219 વિદ્યાર્થીઓ માંથી 123 વિદ્યાર્થી A1 અને A2 માં સ્થાન મેળવી શાળાના કુલ 56 % વિદ્યાર્થીઓ અડાજણ અને રાંદેર ઝોનમાં પ્રથમ ક્રમે રહ્યા.
શાળાના TOP-10 A1 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીનું નામ PR
કળથીયા માહી શૈલેષભાઈ 99.97
કાયસ્થ પ્રીન્સી નીરજભાઈ 99.87
પંચાલ પ્રાચી સંદીપ 99.73
ગાબાણી પાર્શવ વિપુલભાઈ 99.69
કુકડીયા સમર્થ મનીષભાઈ 99.55
પટેલ પ્રાચી અલ્પેશભાઈ 99.55
સાકરિયા આસ્થા જીગ્નેશભાઈ 99.55
પટેલ જીયા કમલેશભાઈ 99.42
પટેલ ધારા મહેશભાઈ 99.35
રામપરીયા રાજીવ મનસુખભાઈ 99.35
ઢેઢી વિવક્ષ લલિતભાઈ 99.30
આ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ પરિણામ માં શાળાના 75% થી વધુ વિદ્યાર્થીઓ 80% થી વધુ માર્ક અને 85.00 થી વધુ PR મેળવ્યા હતા સાથે સાથે વિવિધ વિષયમાં 100 માંથી 100 માર્ક મેળવ્યા હોય તેવા કુલ 12 વિદ્યાર્થીઓને શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો તેમજ શિક્ષક મિત્રોને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
શાળામાં હંમેશા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે“ માર્કશીટના નહિ સફળતાના સરતાજ બનો” અને એજ બાબતને ધ્યાને રાખી શાળાના 219 વિદ્યાર્થીએ બોર્ડ પરિણામમાં અદભુત સફળતા મેળવી છે.ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડ એ ફરી એક વખત સાબિત કરી બતાવ્યુ છે કે આ શાળાએ રમત-ગમત ની સ્પર્ધાઓમાં રાજ્યકક્ષા તથા નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ પુરસ્કારો મેળવેલ છે તેની સાથે સાથે શાળાના બોર્ડ પરિણામમાં પણ હાર માને તેમ નથી.
આ જવલંત સફળતા બદલ શાળા ના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને 100% સુધીની આશીર્વાદ સ્કૉલરશીપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર શ્રી રામજીભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવી છે જેથી અભ્યાસ અંગે અને ઉચ્ચ પરિણામમાં રુચિ જળવાઈ રહે.
આ શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરીને વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના વાઈસ ચેરમેન શ્રી જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના ડાઇરેક્ટર શ્રી આશિષભાઈ વાઘાણી , ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય શ્રી ડૉ. વિરલ નાણાવટી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય માલકમ પાલીયા ને “શાળાની અને શિક્ષકો ની જ્વલંત સફળતા”માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ધોરણ-૧૦ ના તમામ વિદ્યાર્થી, વાલીમિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી.
સાથે સાથે આ વિધાર્થીઓ ભવિષ્યમાં ડોક્ટર, એન્જિનિયર, સિવિલ સર્વિસ,MBA,C.A,C.S, જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી પોતાનું આગવું સ્થાન ધરાવે તેવી શુભેચ્છા સાથે તેમને પુષ્પ અર્પણ કરી મિઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી.