એજ્યુકેશન

ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ દેખાવ કરીને સર્વોતમ્ પરિણામ મેળવ્યા

સુરત ખાતે જહાંગીરાબાદ અડાજણ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ તારીખ 05/05/2024 ને સોમવારના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલ ફેબ્રુઆરી/માર્ચ-2025ના બોર્ડ પરિણામમાં ધોરણ 12 સાયન્સના પરિણામમાં 07 વિદ્યાર્થીઓએ A1 અને 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા અને 12 કોમર્સના પરિણામમાં 09 વિદ્યાર્થીઓએ A1 અને 37 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી અભૂતપૂર્વ દેખાવ કરીને સર્વોતમ્ પરિણામ મેળવી સમગ્ર સુરતમાં અને ગુજરાતમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે જયારે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે ત્યારે શાળાનો વિદ્યાર્થી પટેલ જૈમીન જયંતિભાઈએ ૧૨૦ માર્કમાંથી ૧૧૧.૨૫ માર્ક મેળવ્યા હતા.

શાળાના શિક્ષકોની ટીમના અથાગ પ્રયત્નો થકી ફેબ્રુઆરી/માર્ચ 2025માં સાયન્સ વિભાગમાં પટેલ મિત અલ્પેશભાઈ A1 ગ્રેડ અને 99.88 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તેમજ કોમર્સ વિભાગમાં ભાયાણી ધાર્મી પીયુશભાઇ A1 ગ્રેડ અને 99.30 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે

A1 ગ્રેડ મેળવેલ “સાયન્સના” વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવેલ “કોમર્સના” વિદ્યાર્થી

વિદ્યાર્થીનું નામ PR ગુજકેટ (૧૨૦ માંથી) વિદ્યાર્થીનું નામ PR

પટેલ મિત અલ્પેશભાઈ 99.88    ૧૦૦                 ભાયાણી ધાર્મી પીયુશભાઇ 99.30
પટેલ દિવ્ય હિતેશભાઈ 99.79     ૧૦૬.૫૦              પટેલ દિયાકુમારી હસમુખભાઈ 99.25
પટેલ જૈમીન જયંતિભાઈ 99.38   ૧૧૧.૨૫             મકવાણા દેવિકા રાકેશભાઈ 99.10
પરમાર ફોરમ રાકેશભાઈ 99.08    ૯૩.૨૫              લખાણી જીલ ભર્દ્રેશભાઈ 98.91
કળથીયા શુભ રશ્મિનભાઈ 98.99 ૧૦૯.૭૫              પટેલ ચાર્વિ અશોકભાઈ 98.80
પટેલ જય બીપીનભાઈ 98.98 –                            પટેલ રુદ્ર કલ્પેશકુમાર 98.73
કુવાડિયા બંશી અશ્વિનભાઈ 98.80  ૯૨.૦૦              કંકોટીયા તુલસી ચેતનભાઈ 98.67
ઠક્કર પંક્તિ જીગરભાઈ 98.59
પાઠક રીદ્ધેશ મયંકકુમાર 98.59

શાળાના કુલ ૫૬ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા હતા જેમાં ૧૨ સાયન્સ માં ૧૯ વિદ્યાર્થી અને ૧૨ કોમર્સમાં ૩૭ વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યા હતા. આ ઉપરાંત ૧ વિદ્યાર્થીએ ૧૧૦ થી વધુ માર્ક ગુજકેટ પરિક્ષામાં મેળવ્યા હતા.

શાળાના વાઈસ ચેરમેન  જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના ડાઇરેક્ટર  આશિષભાઈ વાઘાણી , ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય  ડૉ. વિરલ નાણાવટી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય માલકમ પાલીયા ને “શાળાની અને શિક્ષકો ની જ્વલંત સફળતા”માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button