અમદાવાદ, 18મી સપ્ટેમ્બર, 2024: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) મુસાફરોની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યું છે. તાજેતરમાં એ જ ક્રમને આગળ વધારતા એરપોર્ટ ટર્મિનલ પર બિન-ભારતીય સિમકાર્ડધારકો માટે પણ મફત Wi-Fi કુપન કિયોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને T-1 અને T-2 – બંને ટર્મિનલના પેસેન્જર વિસ્તારોમાં સ્થિત Wi-Fi કૂપન ડિસ્પેન્સર્સ હવે બિન-ભારતીય મુસાફરોને પણ Wi-Fiની સુવિધા પૂરી પાડશે.
ફ્રી Wi-Fi સુવિધા કેવી રીતે મેળવશો?
બિન-ભારતીય સિમ કાર્ડ ધરાવતા મુસાફરો Wi-Fi કૂપન ડિસ્પેન્સર પર પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ સ્કેન કરી નિયમો અને શરતોને સ્વીકારતા તેમાં Wi-Fi વાઉચર કોડ જનરેટ કરી શકશે.
Wi-Fi કૂપન ડિસ્પેન્સિંગ કિઓસ્કમાંથી પ્રાપ્ત કોડ દાખલ કરી મુસાફરો ‘AMD_FreeWiFi’ નામના Wi-Fi સાથે કનેક્ટ થઈ શકે છે. અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ પર 120 મિનિટ ફ્રી વાઇ-ફાઇનો આનંદ માણી શકશે.
આ નવા Wi-Fi કૂપન ડિસ્પેન્સર્સની સાથે SVPIA પર પ્રવાસીઓ વધુ સગવડતાપૂર્વક મફત Wi-Fi સુવિધાઓ માણી શકશે. SVPIA નવીન ટેકનોલોજીકલ અપડેટ માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોની વિકસતી જરૂરિયાતોને પૂરી કરવાની સાથે તેનો ઉદ્દેશ્ય અદ્યતન ટ્રાવેલ હબ તરીકેની સ્થિતી મજબૂત કરવાનો છે.