સેટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં 79 મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

સુરતની સુપ્રસિધ્ધ સેટ માર્કસ હાયર સેન્ડરી સ્કુલમાં તા. 15 ઓગસ્ટના રોજ શાળાના પ્રિ-પ્રાયમરી, પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિનની ઉંમગભેર ઉજવણી કરી. હતી. સુરતના નામાંકિત ડૉ. નીરજ ભણસાલીએ, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
શાળાનાં ટ્રસ્ટીબો.વી. એસ રાવ સર તેમજ કો-ફાઉન્ડર સુશીલા મેડમ તથા શાળાના ઈનચાર્જ – ખુશાલી ભાળ તેમજ એકેડમિક એડમિનિસ્ટ્રેટર ડેવિડ સર, પ્રિ-પ્રાયસ્ટી ઈનચાર્જ સીની એન્ડ મેયુગ, પ્રાઈમરી ઈનચાર્જ વિકાસ ભેડા, સાથે શ્રીમતો શૈફાલી દવે તેમજ શાળાના અન્ય શિક્ષકાંએ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તમામનું સ્વાગત બૅન્ડનાં તાલે તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વાર પ્રાથના થી કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાનશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું અને સૌએ આપણા તિરંગાને સલામી આપી આઝાદી મેળાવવા માટે આપણા જવાનોએ જે બલિદાન આપ્યું તે વિશેની સમજ શાળાના ટ્રસ્ટી શ્રી રાવ સરે આપી .ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ડાન્સ રજૂ કર્યો હતો. એ ઉપરોક્ત કાર્યક્રમમાં વાલીઓએ પણ હાજર રહી આ ભવ્ય ઉજવણીને ખૂબ ઉત્સાહપૂર્વક માણી હતી.
વાલીઓએ શાળાના શિક્ષકો તથા વિધાર્થીઓની અથાગ મહેનતના ભરપેટ વખાણ કર્યા હતા. અને મ્યુઝીક થકી રાષ્ટ્રગીત દ્વારા રાષ્ટ્રને માન આપી કાર્યક્રમની સમાપ્તિ કરવામા આવી હતી.