એજ્યુકેશન

ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ૫ દિવસ પ્રિ નવરાત્રી ધ રેડીયન્ટ રમઝટ 2k24 મહોત્સવ ની ઉજવણી નો પ્રારંભ

ખ્ય મહેમાન તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર  અનુપમ ગેહલોત  ઉપસ્થિત રહ્યા હતા

સુરત : અડાજણ ખાતે સ્થિત ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તારીખ ૦૧/૧૦/૨૦૨૪ ને સોમવાર થી લઈને ૦૫/૧૦/૨૦૨૪ ને શનિવાર સુધી ધ રેડીયન્ટ રમઝટ 2k24 પ્રિ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર  અનુપમ ગેહલોત (IPS)  ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તેમને શાળામાં ઉપસ્થિત 4000 થી પણ વધુ વાલી મિત્રો અને વિધાર્થી મિત્રોને સંબોધિત કર્યા હતા જેમાં યુવાપેઢી ડ્રગ્સ જેવા વ્યસન થી દુર રહે તે માટે “નો ડ્રગ્સ” કેમ્પયીન થી અવેર કર્યા સાથે સાથે સુરતમાં Traffic અવરનેસ સાથે શિસ્તબદ્ધ સુરત બનાવવા અપિલ કરી હતી

વિધાર્થીઓ માં સંસ્કૃતિ નું સિંચન થાય તેના માટે ધ રેડીયન્ટ રમઝટ 2K24 ના ભવ્ય આયોજન કરવા માટે પોલીસ કમિશનર  અનુપમ ગેહલોત IPS દ્વારા શાળાના ફાઉન્ડર રામજીભાઈ માંગુકિયા ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે શાળાના ટ્રસ્ટી  જીજ્ઞેશ માંગુકિયા અને મેનેજિંગ ડિરેક્ટર  કિશન માંગુકિયા ને શૈક્ષણિક ક્ષેત્રે અવિરત કાન્તિ અને ઉચ્ચતમ શિખરો પાર કરે તેવી શૂભેચ્છા પાઠવી શાળા ની પ્રિ નવરાત્રી ધ રેડીયન્ટ રમઝટ 2k24 ના ખૈલેયા નો ઉત્સાહ વધાર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button