વિશ્વભારતી ગર્લ ઇન્ટરનેશનલ સ્કૂલ નું 100% ઝળહળતું પરિણામ
ધોરણ 12 કોમર્સ નું બોર્ડનું પરિણામ જાહેર થયેલ છે. જેમાં વિશ્વભારતી ગર્લ ઇન્ટરનેશનલ સ્કૂલ નું 100% ઝળહળતું પરિણામ આવ્યું છે. જેમાં બે વિદ્યાર્થીઓ A1 અને આઠ વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યાં છે .
શાળાના આચાર્યા ગીતાબેન બડધાએ આ શ્રેષ્ઠ પરિણામ અને ઝળહળતી સફળતાનો શ્રેય વર્ગ શિક્ષિકા જાગૃતિ બેન સાસતિયા તેમજ તમામ વિષય શિક્ષકોને આપ્યો હતો. જેના લીધે શાળાનું આટલું સરસ પરિણામ આવ્યું હતું. શાળામાં પ્રથમ ક્રમાંકે માંગુકિયા દિશા 99.89 બીજા ક્રમે ઘર સાંઢીયા ક્રિષા99.62 ત્રીજા ક્રમે વાસાણી નંદિતા 98.52ચોથા ક્રમે ઉમરેટિયા વિધિ 98.52પાંચમા ક્રમે ગજેરા વંશીકા96.84 છઠ્ઠા ક્રમે વસોયા 96.40 ટીયા સાતમા ક્રમે પટેલ પાચી 95.89આઠમા ક્રમે વસોયા ગ્રેસી 94.99નવમા ક્રમાંકે વાઘાણી વિશ્વા 94.85તેમજ દસમા ક્રમાંકે પાનસુરીયા બંસી 93.11રહ્યા હતા.
કોરોના કાળના બે વર્ષમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં નીચે ગયેલા શિક્ષણના સ્તરને ઉંચુ લાવવા માટે કોમર્સ ના તમામ શિક્ષકોએ તનતોડ મહેનત કરી હતી. વધુમાં આચાર્ય ગીતાબેન બડધા એ જણાવ્યું હતું કે ,આ વર્ષે શાળા દ્વારા જે સૂક્ષ્મ વ્યૂહાત્મક આયોજન શિક્ષણ અને પરિક્ષાની તૈયારી ને લઈને કરવામાં આવ્યું હતું ,તેના લીધે વિશેષ સફળતા પ્રાપ્ત થઇ છે .વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને વિષયવસ્તુ અંગે ની પુરેપુરી તૈયારીઓ અને માર્ગદર્શન મળવાને લીધે વિદ્યાર્થીઓના આટલા સરસ પરિણામ આવ્યા હતા.
શાળાના શ્રેષ્ઠ પરિણામને બિરદાવતા શાળાના આદ્યસ્થાપક દેવચંદભાઈ સાવજ ,પ્રમુખ શ્રી કિશોરભાઈ સાવજ ,સંચાલક શ્રી જ્યોતિર ભાઈ પંડ્યા એ બંને આચાર્યા બેનો ગીતાબેન બડઘા અને હોવીબેન ડુમસયાને અભિનંદન આપ્યા હતા .તેમજ તમામ શિક્ષક મિત્રો, વિદ્યાર્થીની દીકરીઓ અને વાલી મિત્રોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.